04 October 2023
ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું
અમદાવાદ તા.૩
ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતરમાં હવે ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકાનો વધારો બતાવે છે.
ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં તાજા આંકડાઓ મુજબ રાજ્યમાં ત્રીજી ઓક્ટોબર સુધીમાં એરંડાનું કુલ વાવેતર ૭.૧૮ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૭.૦૩ લાખ હેકટરમાં થયું હતું. આમ ૨.૧૮ ટકાનો વધાર થયો છે.
ગુજરાતમાં કુલ ખરીફ વાવેતર આ વર્ષે ૮૫.૭૫ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૮૫.૫૪ લાખ હેકટરમાં થયું હતું. આમ મામૂલી વધારો થયો છે.
તમામકુ પાકોનું કુલ વાવેતર એક ટકા વધીને ૪૯ હજાર હેકટરની નજીક પહોંચ્યું છે.
Subscribe to:
Post Comments (Atom)
ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું
અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...
-
દેશમાં રવિ વાવેતર વિસ્તારમાં ૨૯ લાખ હેકટરનો ઘટાડો ચણાનું વાવેતર ૧૬ ટકા ઘટ્યું ઘઉંનાં વાવેતરમાં ધીમી ગતિએ વધારો દેશમાં રવિ વાવે...
-
દેશમાં ઘઉંની અછતથી લાલચોળ તેજી - મિલબર ઘઉંમાં ક્વિન્ટલે રૃા.૧૦૦થી વધુનો સુધારો , નવી સિઝન લેઈટ થવાને કારણે પાલાખાધ સર્જાતા વધુ તેજી થશ...
-
ક્રૂડમાં કડાકાથી ગવારમાં પણ મંદી ઃ ગમની નિકાસ અટકવાની શક્યતાં ગવારગમની નિકાસ ચાલુ વર્ષે ૫ લાખ ટન આસપાસ થવાનો અંદાજ ક્રૂડતેલનાં ભા...
No comments:
Post a Comment