Showing posts with label Castorseed. Show all posts
Showing posts with label Castorseed. Show all posts

04 October 2023

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતરમાં હવે ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકાનો વધારો બતાવે છે. ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં તાજા આંકડાઓ મુજબ રાજ્યમાં ત્રીજી ઓક્ટોબર સુધીમાં એરંડાનું કુલ વાવેતર ૭.૧૮ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૭.૦૩ લાખ હેકટરમાં થયું હતું. આમ ૨.૧૮ ટકાનો વધાર થયો છે. ગુજરાતમાં કુલ ખરીફ વાવેતર આ વર્ષે ૮૫.૭૫ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૮૫.૫૪ લાખ હેકટરમાં થયું હતું. આમ મામૂલી વધારો થયો છે. તમામકુ પાકોનું કુલ વાવેતર એક ટકા વધીને ૪૯ હજાર હેકટરની નજીક પહોંચ્યું છે.

23 December 2014

Pr-Expiry Margin on Coriander and Castarseed

ધાણા-એરંડામાં સટ્ટાકીય તેજી-મંદી રોકવા પ્રિ-એક્સપાયરી માર્જિન લદાયું

એક્સપાયરીનાં ૨૫ દિવસ પહેલાથી તબક્કાવાર માર્જિન પાંચ ટકાથી વધીને ૯૦ ટકા સુધી વધશે ઃ ધાણામાં વધારાનું ૧૦ ટકા માર્જિન લદાયું

ધાણા અને એરંડા વાયદામાં સટ્ટાકીય તેજી-મંદીને રોકવા માટે એક્સચેન્જે પ્રિ-એક્સપાયરી માર્જિન લાદવાની જાહેરાત કરી છે. કોઈપણ વાયદામાં આ પ્રકારનું પ્રિ-એક્સપાયરી માર્જિન પ્રથમવાર લાદવામાં આવ્યું છે. વળી ફરજિયાત ડિલીવરીનો સમયગાળો પણ ૧૧ દિવસ વહેલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધાણાનાં જાન્યુઆરી વાયદામાં સોમવારથી લાગુ પડે એ રીતે વધારાનું ૧૦ ટકા માર્જિન પણ લદાયું છે.
ધાણા અને એરંડા માટે જાહેર કરવામાં આવેલા અલગ-અલગ પરિપત્ર પ્રમાણે જાન્યુઆરી મહિનાનાં વાયદાની એક્સપાયરીનાં સરેરાશ ડિલીવરી પિરીયડ ચાલુ થાય ત્યારથી તબક્કાવાર રેગ્યુલર માર્જિન ઉપરાંત તબક્કાવાર પ્રિ-એક્સપાયરી માર્જિન વધતું જશે. જેમાં ધાણામાં જાન્યુઆરી વાયદા માટે ૨૯મી ડિસેમ્બરથી ફરજિયાત ડિલીવરી ચાલુ થશે. એ પ્રમાણે ૨૬ ડિસેમ્બરે ૪.૭૫ ટકા, ૨૯મીએ ૯.૫૦ ટકા જે તબક્કાવાર વધીને ૯ જાન્યુઆરીએ ૫૨.૨૫ ટકા અને ૨૦ જાન્યુઆરીએ ૮૫ ટકા પ્રિ-એક્સપાયરી માર્જિન લાગુ પડશે.  આ માર્જિન ઉપરાંત જાન્યુઆરી મહિનાનાં વાયદા માટેે વધારાનું ૧૦ ટકાનું માર્જિન પણ લાગુ કરવામાં આવ્યું છે.
એરંડા વાયદામાં પ્રિ-એક્સપાયરી માર્જિન ૨૬ ડિસેમ્બરે પાંચ ટકા, ૩૧મી ડિસે. ૨૦ ટકા અને ૯ જાન્યુઆરીએ ૫૫ ટકા અને ૨૦ જાન્યુઆરીએ ૯૦ ટકા પ્રિ-એક્સપાયરી માર્જિન લાગુ પડશે. જેમાં કોઈ નવું વધારાનું માર્જિન લાદવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છેકે એરંડા જાન્યુઆરી વાયદામાં ૩,૪૪,૬૧૦ ટનનાં ઊભા ઓળિયા છે અને ફેબ્રુઆરી સામેનો છેલ્લા બંધ પ્રમાણે રૃા.૨૩૮નો ઊંધો બદલો છે. જ્યારે ધાણા જાન્યુઆરી વાયદામાં ૨૭૧૩૦ ટનનાં ઊભા ઓળિયા છે અને એપ્રિલ સામેનો છેલ્લા બંધ ભાવ પ્રમાણે રૃા.૪૩૪૭નો ઊંધો બદલો છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...