Showing posts with label Mentha oil. Show all posts
Showing posts with label Mentha oil. Show all posts

24 December 2014

Mentha oil price Down

મેન્થાઓઈલનાં નફારૃપી વેચવાલીથી વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ
વાયદો સપ્તાહમાં ૧૦ ટકા ઊંચકાયા બાદ ફરી ઘટાડો જોવાયો

મેન્થા વાયદામાં નોન સ્ટોપ તેજીને બ્રેક લાગી હતી અને વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ લાગી હતી. મેન્થાતેલમાં તાજેતરની તેજી બાદ ભાવ વધતા મથકોએ આવકોમાં વધારો જોવા મળ્યો હતો અને ટેકનિકલી પણ વાયદામાં નફારૃપી વેચવાલી આવતા ભાવ તુટ્યાં હતાં.
એમસીએક્સ ખાતે ડિસેમ્બર વાયદામાં ભાવ ગઈકાલે રૃા.૭૪૬ પર બંધ રહ્યાં હતાં, જે આજે રૃા.૩૦ ઘટીને રૃા.૭૧૬ની નીચી સપાટીએ પહોંચ્યાં હતાં. વાયદામાં ચાલુ મહિનાની શરૃઆતમાં રૃા.૭૦૦ની અંદરનાં ભાવ હતાં.
મેન્થાઓઈલ અંગે જાણકારોનું કહેવું છેકે વાયદામાં હજુ પણ ઘટાડો થઈને ભાવ રૃા.૬૯૫ સુધી આવી શકે છે, પરંતુ એ સપાટીથી ફરી સુધારો જોવા મળશે. સિન્થેટીક મેન્થા અને નેચરલ મેન્થાનો ભાવ અત્યારે સરેરાશ એકસરખા જેવો જ હોવાથી નેચરલ મેન્થામાં મોટી તેજી થવી મુશ્કેલ છે, પરંતુ ટેકનિકલી ઉપરમાં રૃા.૭૫૦ની સપાટી વટાવશે તો ભાવ વધીને રૃા.૮૦૦ સુધી આગામી બેથી ત્રણ મહિનામાં પહોંચે તેવી ધારણાં છે.

મેન્થાઓઈલનું ચાલુ વર્ષે ઉત્પાદન ૧૦ ટકા ઘટે તેવી ધારણાં છે. હાલનો ઘટાડો આવકો વધવાને કારણે છે. યુ.પી.માં દૈનિક ૫૦થી ૮૦ ડ્રમની આવક થતી હતી, જે હાલ વધીને ૧૦૦ ડ્રમની ઉપર થઈ રહી છે. જેને કારણે ભાવ ઘટ્યાં છે તેમ ટ્રેડરોનું કહેવું છે.

20 December 2014

Mentha oil price may be up

મેન્થા ઓઈલનું ઉત્પાદન ઘટતા અને નિકાસ માંગનાં ટેકે તેજીની ધારણાં
મેન્થાતેલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૩૦ ટકા ઘટે તેવી ધારણાં
 
મેન્થા ઓઈલમાં ક્રિસમસ નજીક આવવાને કારણે નિકાસ માંગ વધતા અને ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણાએ તેજી જોવા મળે તેવી ધારણાં છે. મેન્થાઓઈલમાં નીચા ભાવને કારણે ચાલુ વર્ષે ફુદીનાનું વાવેતર ખેડૂતોએ ટાળ્યું હતું.
મેન્થા ડિસેમ્બર વાયદામાં ભાવ ૩ ડીસેમ્બરે રૃા.૬૯૩ હતા, જે આજે વધીને રૃા.૭૨૭ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. કેડીયા કોમોડિટીનાં એમ.ડી. અજય કેડિયાનું કહેવું છેકે મેન્થા વાયદામાં હજુ પણ તેજી જોવા મળી શેક છે. વાયદમાં રૃા.૬૯૦-૬૯૬ની સપાટી પર ખરીદી કરો અને રૃા.૬૬૦નાં સ્ટોપલોસ સાથે રૃા.૭૮૦નો લક્ષ્યાંક ધ્યાનમાં રાખવો. આ લક્ષ્યાંક હાંસલ થયા બાદ આગળ ઉપર રૃા.૮૪૦નાં ભાવ જોવા મળી શકે છે.
યુ.પી.માં મેન્થા ઓઈલની મોટા ભાગની મંડીમાં આવકો અત્યારે ઓછી થઈ રહી છે. ચંદોસી અને સંભલમાં ૫૦ ડ્રમની આવક થાય છે, જ્યારે બારાબંકીમાં ૮૦ ડ્રમની આવક થાય છે. હાજર ભાવ સરેરાશરૃા.૭૭૦થી રૃા.૮૨૦ની રેન્જમાં અથડાઈ રહ્યાં છે. 
દેશમાં મેન્થાઓઈલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૪૦ હજાર ટનનું થાય તેવો અંદાજ છે, જે ગત વર્ષે ૫૦ હજારથી ૫૫ હજાર ટનની વચ્ચે થયું હતું. ગત વર્ષે મેન્થામાં ભાવ અડધો અડધ ઘટી ગયાં હોવાથી દેશમાં ફુદીનાનું વાવેતર ઘટ્યું હતું. દેશમાંથી સરેરાશ ૨૫ હજાર ટનની મેન્થાઓઈલની નિકાસ થવાનો અંદાજ છે. ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં સરેરાશ નિકાસ માંગ સારી રહે છે, જેને કારણે ભાવ ઊંચકાય શકે છે. ઉલ્લેખનીય છેકે મેન્થાતેલનાં ભાવ માર્ચ ૨૦૧૨માં રૃા.૨૫૬૪ અને ૨૦૧૩માં રૃા.૧૫૮૫ની ટોચે હતાં, જે હાલ ઘટીને રૃા.૭૩૦ની સપાટીએ પહોંચી ગયાં છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...