મેન્થા ઓઈલનું
ઉત્પાદન ઘટતા અને નિકાસ માંગનાં ટેકે તેજીની ધારણાં
મેન્થાતેલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૩૦ ટકા ઘટે તેવી ધારણાં
મેન્થા ઓઈલમાં ક્રિસમસ નજીક આવવાને કારણે નિકાસ માંગ વધતા
અને ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણાએ તેજી જોવા મળે તેવી ધારણાં છે. મેન્થાઓઈલમાં
નીચા ભાવને કારણે ચાલુ વર્ષે ફુદીનાનું વાવેતર ખેડૂતોએ ટાળ્યું હતું.
મેન્થા ડિસેમ્બર વાયદામાં ભાવ ૩ ડીસેમ્બરે રૃા.૬૯૩ હતા, જે આજે વધીને રૃા.૭૨૭ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. કેડીયા
કોમોડિટીનાં એમ.ડી. અજય કેડિયાનું કહેવું છેકે મેન્થા વાયદામાં હજુ પણ તેજી જોવા
મળી શેક છે. વાયદમાં રૃા.૬૯૦-૬૯૬ની સપાટી પર ખરીદી કરો અને રૃા.૬૬૦નાં સ્ટોપલોસ
સાથે રૃા.૭૮૦નો લક્ષ્યાંક ધ્યાનમાં રાખવો. આ લક્ષ્યાંક હાંસલ થયા બાદ આગળ ઉપર
રૃા.૮૪૦નાં ભાવ જોવા મળી શકે છે.
યુ.પી.માં મેન્થા ઓઈલની મોટા ભાગની મંડીમાં આવકો અત્યારે
ઓછી થઈ રહી છે. ચંદોસી અને સંભલમાં ૫૦ ડ્રમની આવક થાય છે, જ્યારે બારાબંકીમાં ૮૦ ડ્રમની આવક થાય છે. હાજર ભાવ
સરેરાશરૃા.૭૭૦થી રૃા.૮૨૦ની રેન્જમાં અથડાઈ રહ્યાં છે.
દેશમાં
મેન્થાઓઈલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૪૦ હજાર ટનનું થાય તેવો અંદાજ છે, જે ગત વર્ષે ૫૦ હજારથી ૫૫ હજાર ટનની વચ્ચે
થયું હતું. ગત વર્ષે મેન્થામાં ભાવ અડધો અડધ ઘટી ગયાં હોવાથી દેશમાં ફુદીનાનું
વાવેતર ઘટ્યું હતું. દેશમાંથી સરેરાશ ૨૫ હજાર ટનની મેન્થાઓઈલની નિકાસ થવાનો અંદાજ
છે. ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં સરેરાશ નિકાસ માંગ સારી રહે છે, જેને કારણે ભાવ ઊંચકાય શકે છે. ઉલ્લેખનીય છેકે મેન્થાતેલનાં ભાવ માર્ચ
૨૦૧૨માં રૃા.૨૫૬૪ અને ૨૦૧૩માં રૃા.૧૫૮૫ની ટોચે હતાં, જે હાલ
ઘટીને રૃા.૭૩૦ની સપાટીએ પહોંચી ગયાં છે.
No comments:
Post a Comment