Showing posts with label FMC. Show all posts
Showing posts with label FMC. Show all posts

21 January 2015

Commodity Volume Down

કોમોડિટી વાયદાનું ટર્નઓવર નવ મહિનામાં ૪૫ ટકા ઘટ્યું

-બુલિયન વાયદાનાં ટર્નઓવરમાં ૫૬ ટકાનો ઘટાડો ઃ એગ્રી વાયદાનું ૨૭ ટકા ઘટ્યું
કોમોડિટી વાયદાનાં ટર્નઓવરમાં ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ નવ મહિનામાં ૪૫ ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. ફોરવર્ડ માર્કેટ કમિશન દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે એપ્રિલથી ડિસેમ્બર ૨૦૧૪ દરમિયાન વાયદાનું કુલ વોલ્યુમ રૃા.૪૫.૫૯ લાખ કરોડનું નોંધાયું છે, જે ગત વર્ષે રૃા.૮૨.૪૬ લાખ કરોડનું નોંધાયું હતું.
એફએમસીનાં જણાવ્યાં પ્રમાણે નવ મહિના દરમિયાન બુલિયન વાયદાનાં વોલ્યુમમાં ૫૬ ટકાનો ઘટાડો થઈને રૃા.૧૬.૧૪ લાખ કરોડનું વોલ્યુમ નોંધાયું છે. જ્યારે એગ્રી વાયદામાં ૨૭ ટકા ઘટીને રૃા.૮.૩૭ લાખ કરોડનું વોલ્યુમ નોંધાયું છે. એનર્જી સેકટરનું વોલ્યૂમ ૪૨ ટકા ઘટીને રૃા.૧.૧૬ લાખ કરોડનું નોંધાયું છે.

ઉલ્લેખનીય છેકે દેશમાં છેલ્લા એક વર્ષથી કોમિડિટી વાયદાનાં વોલ્યૂમમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાથી એફએમસી દ્વારા એક પછી એક નવી પ્રોડક્ડને પણ મંજૂરી આપવામાં આવી રહી છે અને વાયદામાં પ્રોત્સાહન માટે સેમિનારો પણ યોજવામાં આવી રહ્યાં છે.
(Date 14 Jan.2015)

02 January 2015

Money Laundering Act in Commodity Future trade

કોમોડિટી વાયદાનાં બ્રોકરને પણ આજથી મની લોન્ડરિંગનો કાયદો લાગુ પડશે
-બ્રોકર્સ દ્વારા નિયમનું પાલન ન કરવા બદલે દૈનિક રૃા.૨૦૦નો દંડ અને ટર્મિનલ પણ બંધ થઈ શકે

દેશમાં મની લોન્ડિરિંગ એક્ટનો આજથી કોમોડિટી વાયદા બજારમાં કામ કરતા બ્રોકર્સને પણ લાગુ પડી જશે. એફએમસીએ અગાઉ ત્રણ વાર તેની મુદત લંબાવી પણ હતી, પરંતુ આખરી મુદત ૩૧મી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે. પરિણામે પહેલી જાન્યુઆરીથી જરૃરી નોંધણી ન કરાવનાર બ્રોકર્સનું ટર્મિનલ બંધ પણ થઈ  શકે છે.
કોમોડિટી એક્સચેન્જોએ આજે એક પરિપત્રમાં જણાવ્યું છે કે મની લોન્ડરિંગ એક્ટનાં નિયમ મુજબ બ્રોકરોને ફિનનેટ ગેટવેમાં રજિસ્ટ્રેશન કરવાની સૌ પ્રથમ મુદત ૭ એપ્રિલ, ૨૦૧૪ હતી, ત્યાર બાદ તેને વધારીને ૧૫મી મે અને ૨૬મી સપ્ટેમ્બર અને છેલ્લી મુદત ૩૧મી ડિસેમ્બર સુધી વધારી આપી હતી. પરંતુ હવે આગળ ઉપર મુદત વધારવામાં આવશે નહીં. પરિણામે ૩૧મી ડિસેમ્બર સુધીમાં બ્રોકરોએ જરૃરી માહિતી સાથે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
જો બ્રોકરો દ્વારા આ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવામાં નહીં આવ્યું હોય તો તેને દૈનિક ધોરણે રૃા.૨૦૦નો દંડ લાગુ પડશે અને તેનું ટર્મિનલ ડિએક્ટીવ મોડ કે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી શકે છે.

કોમોડિટી બજારોમાં કાળા નાણાં આવતા અટકે એ હેતુંથી આ સિસ્ટમનો અમલ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં બેન્કિંગ સહિતની તમામ નાણાકીય સેવા આપતી સંસ્થાઓ માટે મની લોન્ડિરિંગ એક્ટનો અમલ કરી રહી છે. જેમાં હવે કોમોડિટી વાયદાનાં બ્રોકરોનો પણ ઉમેરો થયો છે.
(Date 31 Dec.2014)

FMC New Chairman Mr. T.V.Somnathan

એફએમસીનાં નવા ચેરમેન તરીકે ટી.વી.સોમનાથનની નિમણૂંક
રમેશ અભિષેકની મુદત ૭ જાન્યુઆરીએ પૂર્ણ


કોમોડિટી વાયદા બજાર ઉપર નિયંત્રણ કરતી સંસ્થા ફોરવર્ડ માર્કેટ કમિશનનાં નવા ચેરમેન તરીકે સરકારે ટી.વી.સોમનાથનની નિમણૂંક કરી છે. સોમનાથન હાલમાં વર્લ્ડ બેન્કમાં ડિરેકટર તરીકે કાર્યરત છે. તેઓ એફએમસીનાં ચેરમેનનો હવાલો ચાલુ મહિને જ સંભાળી લેશે. એફએમસીનાં વર્તમાન ચેરમેન રમેશ અભિષેકની મુદત ૭મી જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહી છે.

એફએમસીનાં ચેરમેન તરીકે રમેશ અભિષેકને અગાઉ બેથી ત્રણ વાર એક્સટેન્શન મળ્યાં બાદ હવે નવા ચેરમેનની પસંદગી કરાય છે. સરકારે કુલ પાંચ નામ અંતિમ તબક્કામાં નક્કી કર્યાં હતાં, જેમાંથી સોમનાથનની પસંદગી કરાય છે. સોમનાથન ૧૯૮૭ની તામીલનાડુ બેચનાં આઈએએસ ઓફિસર છે અને તામિલનાડુની સરકારમાં સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. તેઓ ચેન્નઈ મેટ્રો રેલ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેકટર તરીકે પણ રહી ચૂક્યાં છે.

31 December 2014

Call Auction may be start in Agri future market

એગ્રી વાયદામાં પણ સેટલમેન્ટ ભાવ માટે કોલ ઓક્શન આવશે

-એફએમસીએ સૂચનો માટે ડ્રાફ્ટ જાહેર કર્યો


એગ્રી કોમોડિટી વાયદામાં એક્સપાયરી બાદ ફાઈનલ સેટલમેન્ટ પ્રાઈસ માટે ફોરવર્ડ માર્કેટ કમિશન કોલ ઓક્શન શરૃ કરવાનું આયોજન ઘડી  રહી છે. એફએમસીએ આ અંગેનું ડિટેલ ડ્રાફ્ટ જાહેર કર્યો છે અને લોકો પાસેથી ૧૫મી જાન્યુઆરી સુધીમાં સૂચનો મંગાવ્યાં છે.
એગ્રી કોમોડિટી વાયદામાં હાલનાં સમયમાં સેટલમેન્ટ પ્રાઈઝ સ્પોટ બજારમાંથી લઈને પુલિંગ આધારે નક્કી કરવામાં આવે છે, પરંતુ ઘણી વાર તેમાં પારદર્શકતા અંગે ફરિયાદો આવે છે. સેટલમેન્ટ પ્રાઈઝમાં વધુ પારદર્શકતા આવે તે માટે  બજાર બંધ થવા સમયે ૨૦ મિનીટનું કોલ ઓક્શન શરૃ કરવામાં આવશે તેમ એફએમસીએ જણાવ્યું હતું.
કોલ ઓક્શન ૪.૪૦થી ૫ વાગ્યા દરમિયાન કરવામાં આવશે, જેમાં ૧૫ મિનીટ  ઓર્ડર એન્ટ્રી, મોડિફીકેશને અને કેન્સલનો સમય અને પાંચ મિનીટ મેચિંગ અને કર્ન્ફમેશનનો રહેશે. આ સિસ્ટમમાં છેલ્લા ત્રણ કોલ ઓક્શનનાં એવરેજ ભાવને સેટલમેન્ટ ભાવ તરીકે નક્કી કરવામાં આવી  શકે છે. ઓક્શનમાં પણ વાયદાની જેમ જ પ્રાઈસ બેન્ડ લાગુ પડશે અને એક્સચેન્જ દ્વારા ફરજિયાત ડિલીવરીનાં દિવસો દરમિયાન કે અન્ય નક્કી  કરેલા દિવસો દરમિયાન ઓક્શન શરૃ કરવામાં આવી શકે છે.
એફએમસીએ એવું જણાવ્યું છેકે કોલ ઓક્શન દરમિયાન બંને તરફીનાં ભાવ મેચ થાય તે જ ભાવ વેલિડ ગણાશે. એક્સચેન્જોએ પણ માર્ચ ૨૦૧૫ પછીનાં વાયદામાં કોલ ઓક્શન લાગુ કરી શકાય તે પ્રકારની સિસ્ટમ બનાવવા પણ સૂચના આપી છે. એફએમસીનાં ડ્રાફ્ટ ઉપર લોકો-સંસ્થાઓનાં જરૃરી સૂચનો આવ્યાં બાદ આખરી ગાઈડલાઈન્સ જાહેર કરશે.

ઉલ્લેખનીય છેકે તાજેતરમાં ધાણામાં સ્પોટ અને વાયદાનાં ભાવ અંગે મોટી ફરિયાદો એક્સચેન્જ સામે થઈ હતી. વળી એગ્રી વાયદામાં સેટલમેન્ટ પ્રાઈસ અને હાજર ભાવમાં પણ ઘણી વાર મોટો ફેરફાર હોવાની ફરિયાદો ઉઠી છે, જેને ધ્યાનમાં રાખીને એફએમસી પણ શેરબજારની જેમ કોલ-ઓક્શન શરૃ કરવા જઈ રહ્યું છે.
(Date 29 Dec.2014)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...