Showing posts with label pulses. Show all posts
Showing posts with label pulses. Show all posts

21 January 2015

Chana price rise due to 16% down Sowing

ચણાનું વાવેતર ઘટતા ભાવમાં મોટી તેજીની ધારણાં
-ચણાનાં ભાવ વધીને ક્વિન્ટલનાં રૃા.૩૭૦૦થી રૃા.૪૦૦૦ થશેરાજસ્થાનમાં ઉત્પાદન ૨૫ ટકા ઘટવાનો અંદાજ
ચણાનાં વાવેતર વિસ્તારમાં ૧૬ ટકાનો ઘટાડો થવાને પગલે ફરી તેજીનો માહોલ જોવા મળે તેવી સંભાવનાં છે. દેશનાં ટોચનાં ઉત્પાદક રાજ્યોમાં ચણાનું ઉત્પાદન પણ ૨૫ ટકા ઘટવાનો અંદાજ રાજ્ય સરકારે મૂક્યો છે, જેને કારણે પણ ચણા વાયદો રૃા.૩૭૦૦થી રૃા.૪૦૦૦ની ઊંચી સપાટીએ પહોંચે તેવી ધારણાં છે.
સમગ્ર દેશમાં ચણાનું વાવેતર ૮૧.૯૭ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૯૮.૧૫ લાખ હેકટરમાં થયું છે. દેશમાં સૌથી વધુ ચણા ઉત્પાદક રાજ્ય મધ્યપ્રદેશમાં ચણાનું વાવેતર ૧૫ ટકા ઘટ્યું છે. ઉત્પાદનનાં સત્તાવાર અંદાજો હજુ બહાર આવ્યાં નથી.
મધ્યપ્રદેશ બાદનાં ટોચનાં ઉત્પાદક રાજ્સ્થાનમાં ચણાનું ઉત્પાદન ૨૫ ટકા ઘટવાનો અંદાજ છે. વાવેતર રાજસ્થાનમાં ૧૫ ટકા ઘટ્યું છે, પરંતુ ઉતારા ઘટતા ઉત્પાદન વધુ ઘટશે.રાજસ્થાન સરકારે રાજ્યમાં ચાલુ વર્ષે ૧૨.૨૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે, જે ગત વર્ષે ૧૬.૪૦ લાખ ટન થયું હતું.
ગુજરાતમાં પણ ચણાનું ઉત્પાદન ચાલુ વર્ષે સરેરાસ ૫૦ ટકા ઘટીને ૨.૦૯ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૩.૦૯ લાખ ટન થયું હતું. રાજ્યમાં ઉતારા ઘટવાનાં અંદાજે ઉત્પાદન વધુ ઘટે તેવી ધારણાં છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે સમગ્ર દેશમાં ચાલુ વર્ષે ૯૮.૮૦ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ ટ્રેડરોનાં મતે આ લક્ષ્યાંક ચૂંકાય તેવી ધારણાં છે. જોકે ગુજરાત અને રાજસ્થાનનાં કેટલાક ટ્રેડરો સમગ્ર દેશમાં ૬૫થી ૭૦ લાખ ટન વચ્ચે જ ઉત્પાદન થવાની ધારણાં રાખે છે.
મુંબઈનાં ચણાનાં વેપારી સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દેશમાં ચણાનાં ભાવમાં વર્તમાન સ્તરથી હજુ રૃા.૫૦૦નો વધારો થાય તેવી ધારણાં છે. ઉત્પાદન ગત વર્ષની તુલનાએ ૩૦ ટકા ઘટે તેવી ધારણાં છે. આ ઉપરાંત સરકાર ચણા અને કઠોળ ઉપર આયાત ડ્યૂટી પણ લાગુ કરે તેવી ધારણાં છે, જેને કારણે ભાવ ઊંચકાશે.

ચણા ફેબ્રુઆરી વાયદો શુક્રવારે રૃા.૩૩૭૩ પર બંધ રહ્યો હતો, જે સોમવારે વધીને રૃા.૩૪૪૩ સુધી પહોંચ્યો હતો.
(Date 19 jan.2015)

02 January 2015

Chana zero % duty Extended till 31 March 2015

ચણામાં ઝીરો ટકા આયાત ડ્યૂટીની મુદત માર્ચ સુધી લંબાવાય

ચણા વાયદામાં સતત બીજા દિવસે મંદીનો માહોલ ઃ વાયદામાં ઉપલી સપાટીથી રૃા.૩૦૦નો કડાકો

ચણા ઉપર ૧૦ ટકા આયાત ડ્યૂટી લાગવાની સંભાવનાઓ ઉપર આખરે પૂર્ણ વિરામ મુકાય ગયું છે. કેન્દ્ર સરકારે ચણાની આયાત ઉપર ઝીરો ટકા ડ્યૂટીની મુદત વધુ ત્રણ મહિના માટે લંબાવી દીધી છે. મુદત વધતા ચણા વાયદામાં બે દિવસની ઉપલી સપાટીથી રૃા.૩૦૦નો કડાકો બોલ્યો હતો.
કેન્દ્રીય કસ્ટમ વિભાગે જાહેર કરેલા એક નોટિફિકેશન પ્રમાણે હવેથી ચણાની ઝીરો ટકા આયાત ડ્યૂટી ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધી લંબાવી દેવામાં આવી છે. આયાત ડ્યૂટીની મુદત લંબાવાની જાહેરાતથી ચણા વાયદામાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. ચણા વાયદો છેલ્લા બે દિવસમાં સરેરાશ રૃા.૩૦૦ ઘટ્યો છે.
ચણા જાન્યુઆરી વાયદો ૩૦મી ડિસેમ્બરે રૃા.૩૬૯૭ પર બંધ રહ્યો હતો, જે ગઈકાલે રૃા.૩૭૪૫ની સપાટીએ પહોંચ્યાં બાદ છેલ્લે ઘટીને રૃા.૩૫૫૦ પર બંધ રહ્યો હતો. જેમાં આજે વધુ રૃા.૧૦૬નો ઘટાડો થઈને ભાવ રૃા.૩૪૪૪ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
ચણામાં સરેરાશ ફંડામેન્ટલ તેજી તરફી છે, પરંતુ છેલ્લા દશેક દિવસથી ડ્યૂટી લાદવાની અફવાએ બજારો વધ્યાં હતાં, જેમાં ફરી ઘટાડો નોંધાયો છે.
નવી દિલ્હીનાં ચણાનાં ટ્રેડર રાહુલ વોરાનું કહેવું છેકે દેશમાં ચાલુ વર્ષે ચણાનું ઉત્પાદન ઘટીને ૪૮થી ૫૦ લાખ ટન રહે તેવી ધારણાં છે, જે ગત વર્ષે ૭૦ લાખ ટનનું થયું હતું. દેશમાં ૨૦થી ૨૫ લાખ ટનનો કેરીઓવર સ્ટોક પણ પડ્યો છે. પરિણામે ચાલુ વર્ષે કુલ ૭૦થી ૭૫ લાખ ટનનો પૂરવઠો રહેશે અને દેશની જરૃરિયાત ૯૦ લાખ ટનની છે, પરિણામે ચણામાં આયાતી માલોની જરૃરિયાત વધુ જ રહેશે.

કેન્દ્ર સરકારે પણ મોંઘવારી વધુ ન વધે અને દેશમાં કઠોળનું ઉત્પાદન ચાલુ વર્ષે સરેરાશ ઘટવાની ધારણાં હોવાથી ચણાની આયાત ઉપરની ડ્યૂટી વધુ ત્રણ મહિના માટે ઝીરો ટકા કરી છે.એપ્રિલ મહિના દરમિયાન નવા ચણાની આવકો વધે ત્યારે તેનાં ઉપર આયાત ડ્યૂટી લગાવાય તેવી સંભાવનાં છે.
(Date 1 jan.2015)

29 December 2014

Pulses price may be rise 5 to 15 % in 2015

નવા વર્ષે ચણા સહિતનાં કઠોળનાં ભાવ ૫થી ૧૫ ટકા વધવાની ધારણાં

-દેશમાં ખરીફ બાદ રવિ સિઝનમાં પણ વાવેતર ઘટતા ઉત્પાદન ઘટવાનો અંદાજ
ચણા સહિતનાં કઠોળ પાકોમાં અત્યારે એકધારી તેજી જોવા મળી રહી છે. દેશમાં ચાલુ વર્ષે વાવેતર ઓછું થત્તા ઉત્પાદન ઘટ્યું હોવાથી તેજી જોવા મળી રહી છે. જાણકારોનાં મતે નવા વર્ષે ૨૦૧૫માં પણ ચણા સહિતનાં કઠોળ પાકોમાં પાંચથી ૧૫ ટકાનો વધારો થાય તેવી ધારણાં છે.
ઈન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેઈન એસોસિયેશનનાં પ્રમુખ પ્રવીણ ડોંગરે જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં સરેરાશ કઠોળનું ઉત્પાદન ૧૦ લાખ ટન ઘટ્યું હોવાનો અંદાજ છે અને રવિ સિઝનમાં પણ વાવેતર ઘટ્યું છે. પરિણામે તમામ કઠોળનાં ભાવ વધ્યાં છે. ૨૦૧૫નાં વર્ષમાં પણ ચણાનાં ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થાય તેવી ધારણાં છે. જ્યારે વટાણા, તુવેર અને અડદ સહિતનાં અન્ય કઠોળમાં પાંચથી ૧૦ ટકાનો વધારો જોવા મળી શકે છે.
રવિ સિઝનમાં મુખ્ય કઠોળ પાક એવા ચણાનાં ભાવમાં તાજેતરમાં ઝડપી તેજી જોવા મળી છે. છેલ્લા ત્રણ મહિનામાં ભાવ ૨૬ ટકા વધીને રૃા.૩૫૦૦ની નજીક વાયદામાં પહોંચ્યાં છે. પ્રવીણ ડોંગરેનું કહેવું છેકે ખેડૂતોને ચણાનાં ભાવ પૂરતા મળતા ન હોવાથી તેઓ અન્ય પાક તરફ વળી રહ્યાં છે. ચણાનાં ટેકાનાં ભાવ રૃા.૩૧૭૫ છે અને તેની ઉત્પાદન પડતર જ રૃા.૨૯૫૦ થાય છે. ખેડૂતોને આટલા ભાવ પણ મળતા નથી.
તેમણે કહ્યું કે અમે સરકારને રજૂઆત કરી છેકે સરકાર દ્વારા પીડીએસ (પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ) માટે ચણા સહિતની કઠોળની ખરીદી કરવામાં આવે અને ટેકાનાં ભાવની સિસ્ટમ મારફતે બફર સ્ટોક પણ અનાજની જેમ ઊભો કરવામાં આવે તે જરૃરી છે.
ઉલ્લેખનીય છેકે દેશમાં ચાલુ વર્ષે ૨૬મી ડિસેમ્બર સુધીમાં કઠોળનું વાવેતર ૧૨૪ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૩૫ લાખ હેકટરમાં થયું હતું. ચણાનું વાવેતર પણ ૯૧ લાખ હેકટરથી ઘટીને ૭૭.૮૧ લાખ હેકટરમાં થયું છે. ચણાનું ઉત્પાદન સરેરાશ ચાલુ વર્ષે ૧૫થી ૨૦ ટકા ઘટે તેવો અંદાજ છે.
ચીનમાં મગનું ઉત્પાદન ૨૦ ટકા ઘટવાનો અંદાજ
વિશ્વમાં ભારતને કઠોળ પુરૃ પાડવામાં પાંચમા સ્થાને રહેતા ચીનમાં પણ કેટલાક કઠોળનાં ઉત્પાદનમાં ચાલુ વર્ષે ઘટાડો થાય તેવી ધારણાં છે. ચીનમાં મગનું ઉત્પાદન ચાલુ વર્ષે ૨૦ ટકા ઘટીને ૬ લાખ ટન થાય તેવી ધારણાં છે. ચીનમાં રાજમાનું ઉત્પાદન વધવાને કારણે કુલ કઠોળનું ઉત્પાદન પાંચ ટકા વધીને ૪૨ લાખ ટન થાય તેવી ધારણાં છે.

ભારત કેનેડા, બર્મા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ સૌથી વધુ કઠોળની આયાત ચીનથી કરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતે ચીનથી કુલ ૧.૯ લાખ ટન કઠોળની આયાત કરી હતી, જે ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ૯૫ હજાર ટનની આયાત કરી છે.
(Date 27 dec.2014)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...