01 January 2010

પૈસા અને પ્રેમ છે તો AAL IZZ WELL

પૈસા અને પ્રેમ છે તો AAL IZZ WELL

Ahmedabad:01/01/2010: જીવનમાં પૈસા અને પ્રેમ છે તો બધુ જ સારૂ છે। જિંદગી જીવવા માટે આ બંનેની જરૂર છે. એકલા પૈસાથી પણ નથી ચાલતું અને એકલા પ્રેમથી પણ નથી ચાલતું. બંને સિક્કાની બે બાજુ છે, માટે જ કહું છું કે પૈસા અને પ્રેમ છે તો ઓલ ઈઝ વેલ.
૨૦૦૯માં ‘મંદી’ નામના શબ્દથી બધા જ કંટાળી ગયા હશો, મોંઘવારીથી ત્રાસી ગયાં હશો? એક તરફ કોસ્ટ કટિંગ, પગાર કાપ અને નવી નોકરીની તકનો અભાવ હતો. બીજી તરફ ૨૦૦૯નું વર્ષ જ કમાણી માટે શ્રેષ્ઠ હતું. શેરબજારમાં ઐતિહાસિક રિટર્ન, સોનાચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી પર, હળદર જેવી રોજિંદી વસ્તુમાં વર્ષમાં ૧૪૦ ટકાનો વધારો થયો. હા, તુવેરદાળ વધી એ પણ ખબર છે. આ બધુ જ ૨૦૦૯માં બની ગયું, પરંતુ આપણા નસબીમાં તો મંદી, કોસ્ટ કટિંગ અને પગાર કાપ લખ્યો હતો, માટે કમાણી ન કરી શક્યાં. કેમ ખરૂ ને? મિત્રો, જિંદગીમાં આવું જ બને છે તક આવે ત્યારે તકની ખબર નથી હોતી અને જ્યારે ખબર પડે છે ત્યારે બહું મોડું થઈ ગયું હોય છે.
રિટેલ ચેઈન વોલ્માર્ટ સ્ટોરના માલિક એસ।રોબ્સન વોલ્ટન કહે છે કે, ‘‘લોકો પાસે પૈસાની ક્યારેય કમી નથી હોતી, પરંતુ ઉત્તમ વિચાર અને દષ્ટ્રીનો અભાવ હોય છે.’’ બસ, આપણે આવી જ વાત કરીશું. ૨૦૦૯નું વર્ષ કમાણીનું હતું તો ૨૦૧૦નું વર્ષ કરેલ કમાણી જાળવવાનું છે. કારણ કે ૨૦૦૯ની તેજી જોઈને આંધણી રીતે રોકાણ કરશો તો બચેલ પૈસા પણ પાણી થઈ જતાં વાર નહી લાગે. ૨૦૦૯માં શેરબજાર, સોનું કે હળદરમાં જેટલો વધારો થયો એટલો વધારો ૨૦૧૦માં નથી થવાનો. એક વાત એ પણ સત્ય છે કે પૈસા વિના પણ ચાલતું નથી, માટે કમાણીના રસ્તા તો શોધવા જ પડશે. ૨૦૧૦માં પણ કમાણી માટેની અનેક તક છે, માત્ર જાણવાનું એ છે કે શેમાં કમાણી છે. શેરબજારમાં રોકાણ કરનારાને વધારે અનુભવ હશે કે એક શેર ૧૦૦, ૨૦૦ કે ૪૦૦ ટકા વધે પછી ખબર પડે અને આપણે ખરીદવા જઈએ ત્યારે જ ભાવ ગગડી જાય છે. કેમ ખરૂ ને ?
૨૦૧૦નું પ્રભાત ઊગી ગયું છે, આ વાંચતા હશો ત્યારે નવા વર્ષની કરોડો સેંકડો પણ વીતી ગઈ હશે. કમાણી કેમાથી કરવી એ જાણવા માટે આપણે દર સોમવારે અહીં મળતા રહેશું. તમને એ પણ પ્રોમિસ આપું છું કે દર અઠવાડિયે તમારી ૧૦ મીનિટથી વધારે સમય નહી લઉ, કારણ કે સમય હશે તો જ પૈસા કમાશો. વાતો પૈસાની અને પ્રેમની જ કરીશું. હા! એ પણ જાણી લો કે અહીં પૈસા કેમ કમાવવા તેના કરતાં પૈસા કેમ બચાવવા તેની વાતો વધારે કરીશું।
પૈસા કેમ સાચવવા, ક્યાં રાખવા તીજોરીમાં કે બેન્કમાં રાખવા? સોનું ખરીદવું કે ચાંદી? શેરબજારમાં રોકાણ કરવું કે પ્રાઈમરી માર્કેટમાં? આ બધુ જ તમને ખબર છે, પણ મને એ પણ ખબર છે કે તમને આ બધુ જ કમાણીની તક જતી રહી પછી જ ખબર પડી છે. સોનાના ભાવ ૨૦૦૯માં વિક્રમી સપાટીએ પહોંચ્યા, ક્યારેય ન જોયા હોય એટલા ભાવ થયાં. પણ, કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ચાલુ વર્ષે તમામ રોકાણના સાધનોમાં સોનાએ સૌથી ઓછું રિટર્ન આપ્યું છે. છતાં પણ ભારતીય લોકોનો સોનાનો મોહ છૂટતો નથી, માટે આવતા સોમવારે આપણે સોના િવશે જ વાત કરીશું? ૨૦૧૦માં સોનાના ભાવ વધશે કે ઘટશે? ક્યાં સુધી ભાવ જઈ શકે? આ બધું જ વાંચવા આવતા સોમવારે ક્લીક કરજો
http://dipakmehta.blogspot.com

3 comments:

Unknown said...

"પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ"નું ગાણું ગાતા લોકો માટે કદાચ પ્રેમ એટલું મહત્વ ધરાવતો નથી. અને કદાચ એટલે જ તો બધું હોવા છતાં પણ કઈ નહિ હોવાની લાગણી દિલને કોરો રહી છે. નવા વરસે તમારા વિચારો વાંચીને મોઝ પડી ગઈ. લગે રહો દીપકભાઈ..! તમારા નવા બ્લોગની રાહ રહેશે...

Nilesh kavaiya said...

બધી જફા પૈસાની જ છે.પૈસા(બહુ બધા ) હોય તો પ્રેમ કરવાવાળા બહુ મળી જાય છે .

Unknown said...

vah bapu bah shu vat 6. popular loko j blog banave 6.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...