21 January 2015

Chana price rise due to 16% down Sowing

ચણાનું વાવેતર ઘટતા ભાવમાં મોટી તેજીની ધારણાં
-ચણાનાં ભાવ વધીને ક્વિન્ટલનાં રૃા.૩૭૦૦થી રૃા.૪૦૦૦ થશેરાજસ્થાનમાં ઉત્પાદન ૨૫ ટકા ઘટવાનો અંદાજ
ચણાનાં વાવેતર વિસ્તારમાં ૧૬ ટકાનો ઘટાડો થવાને પગલે ફરી તેજીનો માહોલ જોવા મળે તેવી સંભાવનાં છે. દેશનાં ટોચનાં ઉત્પાદક રાજ્યોમાં ચણાનું ઉત્પાદન પણ ૨૫ ટકા ઘટવાનો અંદાજ રાજ્ય સરકારે મૂક્યો છે, જેને કારણે પણ ચણા વાયદો રૃા.૩૭૦૦થી રૃા.૪૦૦૦ની ઊંચી સપાટીએ પહોંચે તેવી ધારણાં છે.
સમગ્ર દેશમાં ચણાનું વાવેતર ૮૧.૯૭ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૯૮.૧૫ લાખ હેકટરમાં થયું છે. દેશમાં સૌથી વધુ ચણા ઉત્પાદક રાજ્ય મધ્યપ્રદેશમાં ચણાનું વાવેતર ૧૫ ટકા ઘટ્યું છે. ઉત્પાદનનાં સત્તાવાર અંદાજો હજુ બહાર આવ્યાં નથી.
મધ્યપ્રદેશ બાદનાં ટોચનાં ઉત્પાદક રાજ્સ્થાનમાં ચણાનું ઉત્પાદન ૨૫ ટકા ઘટવાનો અંદાજ છે. વાવેતર રાજસ્થાનમાં ૧૫ ટકા ઘટ્યું છે, પરંતુ ઉતારા ઘટતા ઉત્પાદન વધુ ઘટશે.રાજસ્થાન સરકારે રાજ્યમાં ચાલુ વર્ષે ૧૨.૨૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે, જે ગત વર્ષે ૧૬.૪૦ લાખ ટન થયું હતું.
ગુજરાતમાં પણ ચણાનું ઉત્પાદન ચાલુ વર્ષે સરેરાસ ૫૦ ટકા ઘટીને ૨.૦૯ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૩.૦૯ લાખ ટન થયું હતું. રાજ્યમાં ઉતારા ઘટવાનાં અંદાજે ઉત્પાદન વધુ ઘટે તેવી ધારણાં છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે સમગ્ર દેશમાં ચાલુ વર્ષે ૯૮.૮૦ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ ટ્રેડરોનાં મતે આ લક્ષ્યાંક ચૂંકાય તેવી ધારણાં છે. જોકે ગુજરાત અને રાજસ્થાનનાં કેટલાક ટ્રેડરો સમગ્ર દેશમાં ૬૫થી ૭૦ લાખ ટન વચ્ચે જ ઉત્પાદન થવાની ધારણાં રાખે છે.
મુંબઈનાં ચણાનાં વેપારી સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દેશમાં ચણાનાં ભાવમાં વર્તમાન સ્તરથી હજુ રૃા.૫૦૦નો વધારો થાય તેવી ધારણાં છે. ઉત્પાદન ગત વર્ષની તુલનાએ ૩૦ ટકા ઘટે તેવી ધારણાં છે. આ ઉપરાંત સરકાર ચણા અને કઠોળ ઉપર આયાત ડ્યૂટી પણ લાગુ કરે તેવી ધારણાં છે, જેને કારણે ભાવ ઊંચકાશે.

ચણા ફેબ્રુઆરી વાયદો શુક્રવારે રૃા.૩૩૭૩ પર બંધ રહ્યો હતો, જે સોમવારે વધીને રૃા.૩૪૪૩ સુધી પહોંચ્યો હતો.
(Date 19 jan.2015)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...