ગુજરાતમાં
લસણનું વાવેતર ૮૧ ટકા ઘટ્યું ઃ જુવારમાં ૩૫ ટકાનો ઘટાડો
ગુજરાતમાં કુલ રવિ વાવેતર ગત વર્ષની તુલનાએ ૨૧ ટકા ઘટ્યું
ગુજરાતમાં મોટા ભાગનાં રવિ પાકોનું વાવેતર હવે પૂર્ણ થઈ
ચૂક્યું છે. છૂટક છૂટક વિસ્તારમાં હજુ ઘઉંનું કે મકાઈનું વાવેતર થઈ રહ્યું છે.
અત્યાર સુધીનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં લસણનું વાવેતર ૮૧ ટકા ઘટ્યું છે, જ્યારે જુવારનાં વાવેતરમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત કૃષિ ખાતાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૧૯મી
જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં કુલ ૩૦.૪૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૮.૪૨ લાખ હેકટરમાં નોંધાયું હતું. આમ ગત વર્ષની
કુલ વાવેતર વિસ્તાર ૨૧ ટકા ઘટ્યો છે.
રાજ્યમાં ચાલુ વર્ષે સૌથી વધુ ઘટાડો લસણનાં વાવેતરમાં થયો
છે. લસણનું વાવેતર ચાલુ વર્ષે માત્ર ૭૬૦૦ હેકટરમાં જ થયું છે, જે ગત વર્ષે ૪૦,૬૦૦ હેકટરમાં થયું હતું.
ઓછા વાવેતરને કારણે ભાવમાં તેજી જોવા મળી રહી છે. જુવારમાં પણ પાણીનાં અભાવે
ખેડૂતોએ ૩૫ ટકા ઓછું વાવેતર કર્યું છે.
No comments:
Post a Comment