20 December 2014

All india Ravi Sowing 19 December

દેશમાં રવિ વાવેતર વિસ્તારમાં ૨૯ લાખ હેકટરનો ઘટાડો
 ચણાનું વાવેતર ૧૬ ટકા ઘટ્યું  ઘઉંનાં વાવેતરમાં ધીમી ગતિએ વધારો


દેશમાં રવિ વાવેતર વિસ્તાર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી વાવેતર વિસ્તારમાં પણ વધારો નોંધાયો છે. તેમ છત્તા ગત વર્ષની તુલનાએ રવિ વાવેતર વિસ્તારમાં ૨૯ લાખ હેકટરનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં ૪૧ લાખ હેકટરનો વધારો થયો છે.
કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે ૧૯મી ડિસેમ્બર સુધીમાં દેસમાં કુલ ૫૧૧.૧૩ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૫૪૦.૦૫ લાખ હેકટરમાં નોંધાયું હતું. ચણાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. હવે ગત વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં માત્ર પાંચ લાખ હેકટરનો જ ઘટાડો નોંધાયો છે. જોકે ગત વર્ષની તુલનાએ સરેરાશ વાવેતર ઓછું જ થાય તેવી ધારણાં છે.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે
રાયડો             ૬૨.૯૯    ૬૬.૫૫
મગફળી         ૩.૧૭      ૩.૩૦
સૂર્યમુખી         ૨.૩૨.     ૩.૨૪
તલ               ૦.૫૨.     ૦.૪૮
અળસી          ૨.૩૦      ૨.૪૪
તેલીબિયાં       ૭૨.૫૨    ૭૮.૦૫
ઘઉં               ૨૬૮.૨૬ ૨૭૩.૧૨
ધાન્ય પાક       ૪૮.૨૪    ૫૩.૮૮
ચણા              ૭૫.૧૫    ૮૯.૪૬
કઠોળ             ૧૧૯.૮૯ ૧૩૨.૭૯
કુલ વાવેતર     ૫૧૧.૧૩ ૫૪૦.૦૫

(આંકડાઓ લાખ હેકટરમાં ૧૯ ડિસે. સુધીનાં)

http://www.seaofindia.com/cdn/gallery/7/1e0f1a9eb45aae804999f9cd2b0d6cec.pdf

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...