વૈશ્વિક
રબ્બરમાં તેજીનો તબક્કો શરૃ ઃ ભાવ ત્રણ માસમાં ૨૨ ટકા વધ્યાં
-મલેશિયા અને થાઈલેન્ડમાં પૂરને કારણે રબ્બરનાં પૂરવઠામાં
વિક્ષેપ પડતા ટોક્યો વાયદો ચાર ટકા ઊંચકાયો
વૈશ્વિક રબ્બર બજારમાં તેજીનો તબક્કો હવે શરૃ થઈ ગયો છે.
મલેશિયા અને થાઈલેન્ડમાં છેલ્લા બે સપ્તાહથી પડી રહેલા વરસાદ અને દાયકાનાં સૌથી
ખરાબ પૂરને કારણે ટોક્યો રબ્બર વાયદો આજે ચાર ટકા ઊંચકાયો હતો. આ સાથે વિશ્વ બજાર
માટે બેન્ચમાર્ક એવા ટોક્યો વાયદામાં ભાવ
ઓક્ટોબરમાં પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યાં હતાં, ત્યાંથી ૨૨ ટકાનો ઉછાળો આવ્યો છે.
ટોક્યો કોમોડિટી એક્સચેન્જ ખાતે રબ્બર વાયદો ૩.૯ ટકા વધીને
૨૧૩.૩ યેન પ્રતિ કિલો (૧૭૭૩ ડોલર પ્રત ટિન) પહોંચ્યો હતો. જે પણ ૩ જુલાઈ બાદની
સૌથી ઊંચી સપાટી હતી. ટોક્યો વાયદો ગત બીજી ઓક્ટોબરનાં રોજ ૧૭૫.૪ યેન હતો.
વિશ્વમાં થાઈલેન્ડ રબ્બરનો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને
મલેશિયા -ઈન્ડોનેશિયા પણ રબ્બરની થોડી નિકાસ રહી રહ્યું છે. બંને દેશોમાં પૂરની
સ્થિતિને કારણે નિકાસકારો શિપમેન્ટ માટે નવો સમયગાળો માંગી રહ્યાં છે. રબ્બર
એસોસિયેશન ઓફ ઈન્ડોનેશિયાએનાં ડિરેકટર રુસદમે જણાવ્યું હતું કે નિકાસકારો હવે
બાયરો સાથે નિકાસ માટે નવો સમય માંગી રહ્યાં છે. વર્તમાન પૂરની સ્થિતિ જોતા
રબ્બરનું ઉત્પાદન ૩૦ ટકા ઘટે તેવી ધારણાં છે.
ઈન્ટરનેશનલ
રબ્બર કોન્સોર્ટીયમનું કહેવું છેકે
થાઈલેન્ડ અને મલેશિયામાંથી આશરે એક લાખ ટન રબ્બરનાં સોદા એક મહિના માટે ડિલે થાય
તેવું લાગી રહ્યું છે. રબ્બર વાયદો ડિસેમ્બર ક્વાર્ટરમાં ૧૬ ટકા વધ્યો છે, જે ૨૦૧૩ બાદનો સૌથી પહેલો સુધારો છે.
થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયાએ આગામી વર્ષે નિકાસ
ઘટાડવાનું પણ નક્કી કર્યું છે.
(Date 30 Dec.2014)