31 December 2014

Malaysia palm oil price rise due to Flood in malaysia

મલેશિયામાં પૂરથી પામતેલ વાયદામાં તેજીની સર્કિટ

-મલેશિયન પામતેલ વાયદો સતત ૮ દિવસ વધ્યો છે, જે ૨૦૧૦ બાદની સૌથી લાંબી રેલી
મલેશિયામાં છેલ્લા એક દાયકાનાં સૌથી ભારે વરસાદ અને પૂરને કારણે પામતેલ વાયદામાં આજે તેજીની સર્કિટ લાગી હતી. મલેશિયા વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો પામતેલ ઉત્પાદક દેશ છે અને ત્યાં પૂરને કારણે ચાલુ મહિને ૧૧ ટકાથી વધુ ઉત્પાદન ઘટે તેવી ધારણાં છે. જેને પગલે આજે એમસીએક્સ પામતેલ વાયદામાં ચાર ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.
મલેશિયન પામતેલ વાયદો પણ સતત આઠ સેશનથી વધી રહ્યો છે, જે ૨૦૧૦ બાદની સૌથી લાંબી રેલી છે. બેન્ચમાર્ક માર્ચ વાયદો આજે ૩૬ રિગિંટ વધીને ૨૨૮૬ રિગિંટની  સપાટી પર બંધ રહ્યો હતો, જે ૧૮મી ડિસેમ્બરે ૨૧૨૧ રિગિંટની નીચી સપાટીએ હતો.
એમસીએક્સ ડિેસમ્બર પામતેલ વાયદામાં આજે ચાર ટકાની ઉપલી સર્કિટ લાગી હતી અને ભાવ રૃા.૧૮ વધીને રૃા.૪૬૦.૫૦ની બંધ  સપાટી જોવા મળી હતી. જાન્યુઆરી વાયદો ઈન્ટ્રા ડે રૃા.૪૭૧ની સપાટીએ પહોંચ્યો હતો. 
મલેશિયામાં હજુ પણ થોડા દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવનાં છે, જેને કારણે પામતેલનાં ઉત્પાદનમાં મોટો વિક્ષેપ આવશે. પામ ટ્રીનાં ટ્રાન્સપોર્ટેશનમાં મોટી અસર થઈ છે, જેને કારણે સરેરાશ ભાવ ઊંચકાય તેવી ધારણાં છે. એનાલિસ્ટોનું કહેવું છે કે ભારતે આયાત ડ્યૂટી વધારી હોવાથી તેની માંગ ઘટશે, પરંતુ મલેશિયામાં પૂરની સ્થિતિને કારણે સરેરાશ બજાર વધે તેવી ધારણાં છે.
(Date 29 dec.2014)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...