09 August 2014

Corn price may be down

દેશમાં મકાઈનાં વાવેતરમાં પ્રગતિથી વાયદામાં મંદીનો માહોલ

૨૦ દિવસમાં વાયદામાં રૃા.૧૦૦નો ઘટાડો થઈને રૃા.૧૧૪૭નાં તળિયે
 
દેશમાં તાજેતરમાં પડેલા સારા વરસાદને પગલે મકાઈનાં વાવેતર વિસ્તારમાં ઝડપી વધારો થઈ રહ્યો છે, જેને પગલે મકાઈનાં ભાવમાં એકધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાયદામાં ભાવ છેલ્લા ૨૦ દિવસમાં રૃા.૧૦૦ ઘટી ગયાં છે.
એનસીડેક્સ ખાતે મકાઈ વાયદો ૧૫મી જુલાઈનાં રોજ રૃા.૧૨૪૮ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં, જે આજે ઘટીને રૃા.૧૧૪૭ની નીચી સપાટી પર પહોંચ્યાં હતાં. મકાઈનાં ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી સંભાવનાં છે.
દેશમાં ચાલુ વર્ષે ચોમાસું એક મહિનો મોડું બેસતાં મકાઈનાં વાવેતર ઘટવાનો અંદાજ છે, પરંતુ હવે વાવેતર સારા થઈ રહ્યાં છે. ચાલુ વર્ષે મકાઈનાં વાવેતર હેઠળનો વિસ્તાર ૭૦ લાખ હેકટરમાં થાય તેવો અંદાજ છે.
દેશમાં ગતવર્ષે ખરીફ સિઝનમાં મકાઈનું ૧૭૫.૧ લાખ ટનનું ઓલટાઈમ હાઈ થયું હતું. વેપારીઓનું કહેવું છેકે ચાલુ વર્ષે પણ ઉત્પાદન સારૃ થાય તેવી ધારણાં છે, પરંતુ નવી સિઝન મોડી ચાલુ થાય તેવી ધારણાં છે.
મકાઈનાં પાક માટે સરેરાશ ફ્લાવરીંગ સ્ટેજ આવે ત્યાં સુધી વરસાદી માહોલ રહ્યો છે. મકાઈનાં પાકને કુલ ૬૦૦થી ૮૦૦ મિલીમીટર વરસાદ જોઈએ છે. હજુ સુધી દેશમાં ૨૦૦થી ૩૦૦ મિલીમીટર વરસાદ પડ્યો છે. પંજાબમાં મકાઈ વાવેતર વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે. પરિણામે ત્યાં પાકને કોઈ અસર થાય તેવી શક્યતા નથી.
મકાઈનાં ભાવ હાજર બજારમાં રૃા.૧૨૦૦ની આસપાસ સારી ક્વોલિટીનાં અથડાઈ રહ્યાં છે. નબલી ક્વોલિટીમાં ખેડૂતોને રૃા.૭૦૦થી રૃા.૧૦૦૦ મળે છે. સરકારે ટેકાનાં ભાવ રૃા.૧૩૧૦ નક્કી કર્યાં છે.
વૈશ્વિક બજારમાં ભારતીય મકાઈનાં અત્યારે ૨૩૦થી ૨૩૫ ડોલરનાં ચાલે છે. પરિણામે આ ભાવથી નિકાસ કરવામાં પેરિટી નથી. વૈશ્વિક ભાવ ભારત કરતા પણ નીચા છે. પરિણામે સરેરાશ મકાઈમાં નરમાઈ ચાલુ રહે તેવી ધારણાં છે.

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...