09 August 2014

Tea Shortage in india

દેશમાં સપ્ટેમ્બર અંત સુધીમાં ચાની ૪૦૦ લાખ કિલોની ખાધ રહેશે
ચોમાસું એક મહિનો મોડો બેસવાને કારણે ચાનાં ઉત્પાદનમાં ઘટાડો


દેશમાં જુલાઈ મહિના સુધીમાં વરસાદની  સરેરાશ ખાધ રહેવાને કારણે ચાનાં ઉત્પાદનનમાં સપ્ટેમ્બર અંત સુધીમાં કુલ ૩૫૦થી ૪૦૦ લાખ કિલોની ખાધ જોવા મળે તેવી સંભાવનાં છે.
ઈન્ડિયન ટી એસોસિયેશનનાં વાઈસ ચેરમેન અઝામ મોનેમ જણાવ્યું હતું કે ફર્સ્ટ ફ્લશ અને સેકન્ડ ફ્લશ ચામાં પડેલી ચાની ખાધ આગામી દિવસોમાં પણ કવર થાય તેવી સંભાવનાં નથી. ગત વર્ષે ચાની ૬૦૦થી ૭૦૦ લાખ કિલોની ખાધ જાવા મળી હતી, પરંતુ ચાલુ વર્ષે તેની અડધી ખાધ જોવા મળી શકે છે. મે મહિના અંત સુધીમાં ચાનાં પાકમાં ૨૦૦ લાખ કિલોનો ઘટાડો થયો છે. ૨૦૧૩માં કુલ ૧૨૦૦૪ લાખ કિલો ચાનું ઉત્પાદન થયું હતું.
ફર્સ્ટ અને સેકન્ડ ફ્લશની ચા ક્વોલિટી વાળી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું મોડું અને નબળું રહેવાને કારણે જૂનથી જુલાઈ મહિનાનાં સમયગાળામાં પણ ઉત્પાદન વધ્યું છે. તાજેતરમાં ટી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા જૂન મહિનાનાં આંકડાઓ પ્રમાણે આસામમાં ચાનાં ઉત્પાદનમાં ૪૦ લાખ કિલોનો ઘટાડો થયો છે.
દેશમાં ચાનાં ઓછા પાકને કારણે ભાવ ઊંચા ક્વોટ થઈ રહ્યાં છે. ખાસ કરીને દુઆર્સ અને કોચરમાંથી મળતી સારી ચાનાં ભાવ કિલોદીઠ રૃા.૧૮થી ૨૫ ઊંચા ક્વોટ થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં પણ ઉત્પાદન ઓછું રહેવાને કારણે ભાવ સરેરાશ ઊંચા જ રહેશે તેમ અઝામ મોનેમે જણાવ્યું હતું.
સાઉથ ઈન્ડિયાનાં ચાનાં ઉત્પાદક એસોસિયેશન ઉપાસીનાં  મતે જૂનમાં સાઉથમાં ચાનું ઉત્પાદન ૫૩.૬ લાખ કિલો વધ્યું છે. જુલાઈમાં પણ ૨૫થી ૨૭ લાખ કિલો વધે તેવી શક્યતા છે. સાઉથમાં સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનમાં પીક સીઝન હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું મોડું બેસવાને કારણે જૂન અને જુલાઈમાં ઊંચો પાક આવ્યો છે. જેને કારણે ભાવ ગત વર્ષની તુલનાએ સરેરાશ રૃા.૮થી ૯ ઘટ્યાં છે.


No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...