સૌરાષ્ટ્રમાં રવિ
વાવેતરમાં ૫૦ ટકાનો ઘટાડો
-પાણીનાં અભાવે રાજ્યમાં ઘઉંનું ૩૫ ટકા,
જીરૃનું ૪૪ ટકા ઘટ્યું
-ઠંડી પડવાની શરૃ થતા પંદર દિવસમાં વાવેતર
વધે તેવી ધારણાં
ગુજરાતમાં ખરીફ સિઝનમાં ખેડૂતોને ઉત્પાદન અને ભાવની બાબતમાં
માર પડ્યાં બાદ રવિ સિઝનમાં પણ મોટો ફટકો પડે તેવા એંધાણ દેખાય રહ્યાં છે. ખાસ
કરીને સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે રવિ વાવેતર વિસ્તારમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
સમગ્ર ગુજરાતમાં ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે સૌરાષ્ટ્રમાં ૧૫મી
ડિસેમ્બર સુધીમાં કુલ ૫.૬૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૧૧.૨૫ લાખ હેકટરમાં થયું હતું. કચ્છમાં પણ વાવેતર
બાવન ટકા ઘટ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ૬૦ ટકાનો
ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતનાં નાયબ કૃષિ નિયામક ડો.એચ.એમ.બાબરીયાએ જણાવ્યું
હતું કે ઠંડી પડવાની હવે શરૃ થતા હજુ પંદર દિવસમાં વાવેતર વધે તેવી ધારણાં છે.
અત્યારે ઊભા પાકોની સ્થિતિ ખૂબ જ સારી છે અને નવા વાવેતર માટે પણ અત્યારે ફર્સ્ટ
ક્લાસ વાતાવરણ છે.
જૂનાગઢ અને
નવસારી કૃષિ યુનિ.નાં ઉપકુલપતિ ડો.એ.આર.પાઠકે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પાણીની
મોટી સમસ્યા હોવાથી વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે અને સમગ્ર સિઝન દરમિયાન પણ
ઘટાડો જોવા મળશે.
No comments:
Post a Comment