17 December 2014

Premium quality tea Shortage

પ્રીમિયમ ક્વોલિટીની ચાની મોટી અછત  ભાવ વધુ ઊંચકાય તેવી ધારણાં


-આસામની પ્રીમિયમ ક્વોલિટીની ચામાં કિલોએ રૃા.૧૦થી ૨૦નો વધારો

દેશમાં પ્રતિકૂળ હવામાનને કારણે ચાલુ વર્ષે સારી ક્વોલિટીની ચા ઓછી ઉત્પાદિત થઈ હોવાથી સરેરાશ ચા બજારમાં વર્ષાંતે મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતનાં ચાનાં અગ્રણી ટ્રેડરોનું કહેવું છેકે અત્યારે સારી ક્વોલિટીની ચાની મોટી અછત જોવા મળી રહી હોવાથી તેમાં ભાવ ઊંચકાય તેવી સંભાવનાં છે.
ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિયેશનનાં ભૂતપૂર્વ પ્રમુખ સેંધાભાઈ પટેલે જણાવ્યું હતું કે સારી ક્વોલિટીની ચામાં કિલોએ રૃા.૧૦નો વધારો થયો છે. આસામની પ્રીમિયમ ક્વોલિટીની ચા કહેવાય તેની અત્યારે મોટી અછત જોવા મળી રહી છે. નબળી ક્વોલિટીની ચા જોઈએ એટલી માત્રામાં મળે છે. અત્યારે ચાનાં મોટા ભાગનાં બગીચાઓ બંધ થઈ ગયાં છે અને ઓક્ટોબરમાં ઉત્પાદિત થતી ઓટમની ચાની અત્યારે માંગ વધારે છે, પરંતુ આ ચા મળતી નથી.
રાજકોટનાં અગ્રણી ટ્રેડર એવા જીતુભાઈ ચાવાળાએ જણાવ્યું હતું કે ચાની સીઝન પૂરી થઈ ગઈ છે અને નવી સિઝન હવે ચાર-પાંચ મહિના પછી શરૃ થશે. પરિણામે અત્યારે સારી ક્વોલિટીની ચાની ખૂબ જ શોર્ટેજ છે. સારી ચા વેચનાર એક પાસ છે, પરંતુ સામે ખરીદનાર પાંચ છે, પરિણામે તેમાં ભાવ ઊંચકાયા છે. સરેરાશ કિલોએ રૃા.૨૦નો વધારો થયો છે.

સૌરાષ્ટ્રમાં એવરેજ લુઝમાં સારી ક્વોલિટીની ચામાં કિલોનાં રૃા.૨૦૦થી ઉપરનાં ભાવ ચાલે છે. બ્રાન્ડવાળાની ચા રૃા.૩૦૦ સુધીમાં મળે છે. નબળી લૂઝ ચામાં રૃા.૧૦૦થી લઈને રૃા.૧૫૦ સુધીનાં ભાવ છે. ઓક્શનનાંભાવ રૃા.૧૦૦ની અંદર ચાલે છે.

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...