19 January 2015

Cement price Rise Rs.60 in last two month

સિમેન્ટમાં તેજી ઃ બે મહિનામાં રૃા.૬૦નો ઉછાળો

ગુજરાતમાં આજથી વધુ રૃા.૧૦નો વધારો થશેપેટ્રોલિયમ પ્રોડક્ટનાં ભાવ ઘટી રહ્યાં હોવા છત્તા ઉત્પાદકોની કાર્ટેલનું પરિણામ

સિમેન્ટ બજારમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. ગુજરાત સહિત દેશમાં સિમન્ટની કમાન ગણ્યાં ગાંઠ્યાં ઉત્પાદકોનાં હાથમાં હોવાથી છેલ્લા બે મહિનામાં સરેરાશ ૫૦ કિલોની ગુણીદીઠ રૃા.૬૦નો ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં આજથી (સોમવાર)થી સિમેન્ટનાં ભાવમાં વધુ રૃા.૧૦નો વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા પણ કોઈ જ પગલા લેવામાં ન આવી રહ્યાં હોવાથી ભાવ એકધારા વધી રહ્યાં છે. બીજી તરફ બિલ્ડર લોબી ભાવવધારા સામે હવે વિરોધ નોંધાવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં સિમેન્ટની એક થેલીનાં ભાવ દિવાળી સમયે ટ્રેડમાં રૃા.૨૪૦ અને નોન ટ્રેડ (જથ્થાબંધ) ભાવ રૃા.૨૨૦ની સપાટીએ હતા, જે હવે વધીને અનુક્રમે રૃા.૩૦૦ અને રૃા.૨૮૦ની ઊંચી સપાટીએ પહોંચી ગયાં છે. સિમેન્ટનાં ભાવવધારાનું કોઈ જ કારણ ન હોવા છત્તા બજારો ઊંચકાય રહી છે. ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સિમેન્ટનાં ભાવમાં આટલો જ વધારો જોવા મળ્યો છે. દક્ષિણ ભારતમાં તો છેલ્લા એક જ મહિનામાં સિમેન્ટનાં ભાવમાં ગુણીએ રૃા.૭૦નો ઊછાળો આવ્યો છે.
બોમ્બે સિમેન્ટ સ્ટોકિસ્ટ અને ડિલર એસોસિયેશનનાં પ્રમુખ સંજય લાડીવાલાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ સમયગાળામાં લોજિસ્ટિગ સમસ્યાને કારણે સિમેન્ટનાં ભાવમાં ઉછાળો જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન વેગનને કૃષિપાકોની હેરફેર માટે વધુ ફાળવવામાં આવતી હોવાથી સિમેન્ટને વેગન ઓછી મળે છે, પરિણામે દેશનાં કેટલાક વિસ્તારોમાં સિમેન્ટનો પૂરવઠો ઓછો મળે છે.
તેમણે વધુમાં કહ્યું કે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન સિમેન્ટની માંગ પણ વધી શકે છે. અનેક પ્રકારનાં સરકારી કામો ખુલે છે અને નાણાકીય વર્ષ પુરૃ થાય એ પહેલા પૂર્ણ કરવાનો પણ લક્ષ્યાંક હોય છે જેને કારણે સરકારી પ્રોજેક્ટ માટે સિમેન્ટની માંગ વધે છે.
સિમેન્ટની ઉત્પાદનની પડતરમાં કોઈ જ વધારો થયો નથી. વૈશ્વિક બજારમાં ક્રૂડતેલનાં ભાવ છેલ્લા છ-સાત મહિનામાં ૬૦ ટકાથી વધુ ઘટી ગયા હોવાથી ભારતીય બજારમાં પણ પેટ્રોલિયમ-ઈંધણનાં ભાવ ઘટ્યાં છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ ડીઝલનાં ભાવ ઘટાડાને કારણે ઘટી છે તેમ છત્તા ગુજરાતની બજારમાં સિમેન્ટનાં ભાવ વધારાનું કારણ ઉત્પાદકોની કાર્ટેલ સિવાય કંઈ જ લાગતું નથી તેમ એક અગ્રણી સિમેન્ટ ડિલરે જણાવ્યું હતું.

મુંબઈનાં લાડીવાલાએ વધુમાં કહ્યું કે દેશમાં અત્યારે સિમેન્ટ બજારમાં આશરે ૧૦૦૦ લાખ ટનની ઓવર કેપિસીટી છે અને જેટલી ઉત્પાદન ક્ષમતા છે તેનું ૬૮ ટકા જ ઉત્પાદન હાલ થઈ રહ્યું છે. આમ ઉત્પાદન ક્ષમતાં કરતાં ઓછું થતું હોવાથી અને માંગ વધવાને કારણે ઉત્તર ભારતમાં ભાવ હજુ પણ વધે તેવી ધારણાં છે. દેશમાં સરેરાશ ચાલુ વર્ષે સિમેન્ટની માંગ ૬થી ૬.૫ ટકા વચ્ચે વધે તેવી ધારણાં છે. કેટલાક સરકારી પ્રોજેક્ટનો મંજૂરી મળી છેપરંતુ તેની શરૃઆત હજુ થઈ નથી, જે આગામી દિવસોમાં થશે તો માંગ હજુ વધશે.પેટ્રોલિયમ પ્રોડક્ટ અને અન્ય કાચા માલનાં ભાવ ઘટ્યાં હોવાથી સરેરાશ સિમેન્ટ ઉત્પાદકોની ઉત્પાદન પડતર નીચી આવી છે, જેને કારણે સિમેન્ટ કંપનીઓનું માર્જિન પણ વધ્યું છે.
(Date 17 jan.2015)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...