19 January 2015

Sugar production Rise 19% Till 15 jan.2015

દેશમાં ૧૫મી જાન્યુ.સુધીમાં ખાંડનું ઉત્પાદન ૧૯ ટકા વધ્યું

ઓક્ટોબરથી ૧૫ જાન્યુઆરી સુધીમાં કુલ ૧૦૩ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું

દેશમાં ચાલુ સિઝનમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં ખાંડનું ઉત્પાદન ૧૯ ટકા વધીને ૧૦૩ લાખ ટનનું થયું છે.શેરડીનાં વધુ પૂરવઠાને પગલે ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે.
ઈન્ડિયન સુગર મિલ એસોસિયેશને જણાવ્યું હતું કે દેશમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં કુલ ૪૯૪ સુગર મિલો કાર્યરત છે અને તેમણે ૧૦૩ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૮૬.૫૦ લાખ ટન જ થયું હતું. ગત વર્ષે આ સમયે ૪૮૬ સુગર મિલો કાર્યરત હતી.
મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૧૫મી જાન્યુઆરી સુધીમાં ૪૩ લાખ ટન થયું છે, જે ગત વર્ષે ૩૧ લાખ ટન થયું હતું. ઈસ્માએ કહ્યું કે ચાલુ વર્ષે શેરડીનાં પૂરવઠામાં વધારો થવાને કારણે મોટા ભાગની મિલો પૂર્ણ સમય ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં ખાંડનું ૨૫ લાખ ટનનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે ૧૯.૭૫ લાખ ટનનું થયું હતું. કર્ણાટકમાં ૧૭ લાખ ટનનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષ જેટલું જ છે.

ઈસ્માએ જણાવ્યું હતું  કે સિઝન પૂરી થવાને હજુ બેથી ત્રણ મહિના બાકી હોવાથી મુલો સરકાર દ્વારા રાહત પેકેજની આતુરતાથી રાહ જોઈ રહી છે. નીચા ભાવને કારણે ૧૫થી ૨૦ લાખ ટન ખાંડ નિકાસ થાય તે જરૃરી છે. કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ સબસિડી આપવામાં નહીં આવે તો ગત વર્ષે માર્ચ સુધીમાં કુલ રૃા.૧૩,૦૦૦ કરોડ ખેડૂતોનાં ચૂકવવાનાં બાકી હતી, જે રકમ ચાલુ વર્ષે વધી જાય તેવો ડર છે.
(Date 17 Jan.2015)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...