વૈશ્વિક
કોમોડિટી ઈન્ડેક્સ ૧૨ વર્ષનાં તળિયે
-કોપરનાં ભાવ પંદર દિવસમાં ૧૨ ટકા તુટ્યાં
-ચીનની માંગ ઘટતા અને વૈશ્વિક ઈકોનોમીનો
ગ્રોથનો અંદાજ ઘટતા મંદી
વૈશ્વિક બજારમાં ક્રૂડ પછી હવે કોપરની બજારમાં પણ કડાકો
બોલ્યો હોવાથી વૈશ્વિક કોમોડિટી ઈન્ડેક્સ ૧૨ વર્ષનાં તળિયે પહોંચી ગયો હતો. ખાસ
કરીને કોપરનાં ભાવ તુટતા ઈન્ડેક્સમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો હતો.
વિશ્વની અગ્રણી ૨૨ કોમોડિટીને સમાવતો બ્લૂમબર્ગનો કોમોડિટી
ઈન્ડેક્સ ઘટીને ૧૦૦ની સપાટીએ પહોંચી ગયો હતો, જે ૨૦૧૨ બાદની સૌથી નીચી સપાટીએ છે. ઈન્ડેક્સ મે ૨૦૧૪ની ઊંચાઈએથી અત્યાર
સુધીમાં ૨૯ ટકા અને ૨૦૧૧ની ઊંચાઈથી ૪૪ ટકા ઘટી ગયો છે. ખાસ કરીને કોપરનાં ભાવ ચાલુ
વર્ષે ૧૨ ટકા ઘટ્યાં હોવાથી તેમાં વધુ ઘટાડો થયો હતો. લંડન કોપર વાયદામાં ૧૪
જાન્યુઆરીએ ઈન્ટ્રા ડે ૫.૭ ટકાનો ઘટાડો થઈને ભાવ નીચામાં ૫૫૨૬ ડોલરની સપાટીએ
પહોંચ્યાં હતાં. જે ૨૦૧૧ બાદનો સૌથી મોટો ઘટાડો હતો.
ચાલુ સપ્તાહે કોપર વાયદો ૭.૩ ટકા તૂટ્યો છે. જે ૨૦૦૯ બાદનો
સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. બ્લુમબર્ગ કોમોડિટી ઇન્ડેક્સમાં કોપરનું દેખાવ સૌથી
ખરાબ રહ્યો હતો. યુરોપ અને ચીનમાં આર્થિક નરમાઇ, યુએસના ઔદ્યોગીક ઉત્પાદનના આંકડામાં નબળા આવ્યાં હતાં,આ બધાની અસર કોપર વાયદા પર જોવાઈ છે.
વૈશ્વિક
બજારમાં ક્રૂડતેલનાં ભાવ પણ ઘટીને ૪૫ ડોલરની સપાટીએ પહોંચી ગયાં છે. કોપરની પાછળ
નિકલ, ઝિંકનાં ભાવ પણ તુટ્યાં હતાં. વર્લ્ડ બેન્ક દ્વારા વૈશ્વિક ઈકોનોમીનો ૨૦૧૫નાં
વર્ષ માટેનો ગ્રોથનો અંદાજ પણ ઘટાડીને ૩ ટકા મૂકવામાં આવ્યો છે, જે ગત જૂન મહિનામાં ૩.૪ ટકા મૂકવામાં આવ્યો હતો.
(Date 16 jan.2015)
No comments:
Post a Comment