24 December 2014

Mentha oil price Down

મેન્થાઓઈલનાં નફારૃપી વેચવાલીથી વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ
વાયદો સપ્તાહમાં ૧૦ ટકા ઊંચકાયા બાદ ફરી ઘટાડો જોવાયો

મેન્થા વાયદામાં નોન સ્ટોપ તેજીને બ્રેક લાગી હતી અને વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ લાગી હતી. મેન્થાતેલમાં તાજેતરની તેજી બાદ ભાવ વધતા મથકોએ આવકોમાં વધારો જોવા મળ્યો હતો અને ટેકનિકલી પણ વાયદામાં નફારૃપી વેચવાલી આવતા ભાવ તુટ્યાં હતાં.
એમસીએક્સ ખાતે ડિસેમ્બર વાયદામાં ભાવ ગઈકાલે રૃા.૭૪૬ પર બંધ રહ્યાં હતાં, જે આજે રૃા.૩૦ ઘટીને રૃા.૭૧૬ની નીચી સપાટીએ પહોંચ્યાં હતાં. વાયદામાં ચાલુ મહિનાની શરૃઆતમાં રૃા.૭૦૦ની અંદરનાં ભાવ હતાં.
મેન્થાઓઈલ અંગે જાણકારોનું કહેવું છેકે વાયદામાં હજુ પણ ઘટાડો થઈને ભાવ રૃા.૬૯૫ સુધી આવી શકે છે, પરંતુ એ સપાટીથી ફરી સુધારો જોવા મળશે. સિન્થેટીક મેન્થા અને નેચરલ મેન્થાનો ભાવ અત્યારે સરેરાશ એકસરખા જેવો જ હોવાથી નેચરલ મેન્થામાં મોટી તેજી થવી મુશ્કેલ છે, પરંતુ ટેકનિકલી ઉપરમાં રૃા.૭૫૦ની સપાટી વટાવશે તો ભાવ વધીને રૃા.૮૦૦ સુધી આગામી બેથી ત્રણ મહિનામાં પહોંચે તેવી ધારણાં છે.

મેન્થાઓઈલનું ચાલુ વર્ષે ઉત્પાદન ૧૦ ટકા ઘટે તેવી ધારણાં છે. હાલનો ઘટાડો આવકો વધવાને કારણે છે. યુ.પી.માં દૈનિક ૫૦થી ૮૦ ડ્રમની આવક થતી હતી, જે હાલ વધીને ૧૦૦ ડ્રમની ઉપર થઈ રહી છે. જેને કારણે ભાવ ઘટ્યાં છે તેમ ટ્રેડરોનું કહેવું છે.

Natural gas price Crase 25% in last 25 day

નેચરલ ગેસમાં મંદી, ભાવ ઘટીને બે વર્ષનાં તળિયે ઃ ૨૫ દિવસમાં ૨૫ ટકાનો કડાકો

-ક્રૂડતેલની ઊંધી ચાલતી કોમોડિટીમાં વધુ ઘટાડાની સંભાવનાં

અમેરિકામાં ઠંડીની ઋતું હોવા છત્તા ક્રૂડતેલની ચાલથી હંમેશા ઊંધી ચાલતી હોવાની છાપ ધરાવતાં નેચરલ ગેસ વાયદામાં ફરી કડાકો બોલી ગયો છે અને ભાવ બે વર્ષનાં તળિયે પહોંચી ગયાં છે. વૈશ્વિક બજારને પગલે સ્થાનિક બજારમાં પણ છેલ્લા ૨૫ દિવસમાં ૨૫ ટકાનો કડાકો બોલી ગયો છે.
વૈશ્વિક બજારમાં નેચલ ગેસ વાયદામાં સોમવારે ૧૦ ટકાનો કડાકો બોલી ગયો હતો અને ભાવ જાન્યુઆરી ૨૦૧૩ બાદની સૌથી નીચી સપાટીએ પહોંચ્યાં હતાં. વાયદો ૩.૧૪ ડોલર પ્રતિ મિલીયન બ્રિટીશ થર્મલ યુનિટની સપાટી પર પહોંચ્યો હતો.
અમેરિકામાં ચાલુ મહિનામાં સરેરાશ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું હતું, જેને કારણે ગેસ વાયદામાં વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક ભાવ ઘટતા સ્થાનિક ડિસેમ્બર વાયદો પણ નવેમ્બર અંતમાં રૃા.૨૬૦ની સપાટીએ હતો, જે ઘટીને હાલ રૃા.૧૯૭ની નીચી સપાટીએ પહોંચીને હાલ રૃા.૨૦૦ની આસપાસ સ્થિર થવા મથી રહ્યો છે. આમ તેમાં ચાલુ મહિનામાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે.

કાર્વી કોમટ્રેડનાં કોમોડિટી હેડ અરબિન્દો પ્રસાદે જણાવ્યું હતું  કે અમેરિકામાં તપામાન સામાન્ય કરતાં ઊંચું રહેવાને  કારણે ભાવ ઊંચકાયાં હતાં.  રોકાણકારોને સલાહ છેકે ઉછાળે વેચાણ કરવામાં આવે. આગામી દિવસોમાં ભાવ વધુ ઘટે તેવી ધારણાં છે. ડિસેમ્બર વાયદામાં રૃા.૨૦૫-૨૦૬ ઉપર વેચાણ કરે અને રૃા.૨૦૯નો સ્ટોપલોસ રાખો ભાવ ઘટીને રૃા.૧૯૫ સુધી જઈ શકે છે.

Gujarat Ravi Sowing 22 December

ગુજરાતમાં રવિ વાવેતરમાં ૨૬ ટકાનો ઘટાડો

ગુજરાતમાં ધાણાનું રેકર્ડબ્રેક ૮૮ હજાર હેકટરમાં વાવેતર ઃ વરિયાળીનું ૩૨ ટકા વધ્યું, જીરૃનું ૪૩ ટકા ઘટ્યું

 
ગુજરાતમં રવિ વાવેતર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.  ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં ધાણાનું રેકર્ડબ્રેક ૮૮ હજાર હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે વરિયાળીનાં વાવેતરમાં ૩૨ ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે મુખ્ય રવિ પાક જીરૃ, ઘઉં, ચણા અને રાયડાનાં વાવેતરમાં મોટો ઘટાડો થયો હોવાથી કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૬ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૨૨મી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ ૨૬.૨૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૫.૪૩ લાખ હેકટરમાં થયું હતું. ધાણાનું સત્તાવાર વાવેતર રાજ્ય સરકારે ચાલુ વર્ષથી જ ચાલુ કર્યું છે, પરંતુ ટ્રેડરોનાં મતે ગત વર્ષની તુલનાએ બેથી ત્રણગણું વધારે વાવેતર થયું હોવાનો અંદાજ છે.
ગુજરાતનાં મુખ્ય રવિ પાક એવા ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ૩૧ ટકાનો ઘટાડો  થયો છે. સૌરાષ્ટ્રમાં પાણીની તંગી વધારે હોવાથી વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. જીરૃનું વાવેતર ૪૪ ટકા, ચણાનું ૩૪ ટકા અને રાયડાનાં વાવેતર વિસ્તારમાં ૩૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.


23 December 2014

HPS Groundnut Export deal cancel with Rusia

રશિયાની કટોકટીથી એચપીએસ સિંગદાણાનાં ૩ હજાર ટનનાં સોદા રદ

-બે હજાર ટનનાં સોદામાં પેમેન્ટ ડીલે અથવા ભાવ કાપ અંગે વાટાઘાટો ચાલુ

રશિયન ઈકોનોમીની કટોકટીની અસર સૌરાષ્ટ્રનાં એચપીએસ સિંગદાણાને પણ નડી રહી છે. રશિયાની કરન્સી રૃબલની વેલ્યૂમાં મોટો ઘટાડો અને નાણાકીય કટોકટીને પગલે સિંગદાણાનાં આશરે ૩ હજાર ટનનાં નિકાસ સોદા રદ થયા હોવાનું નિકાસકારોએ જણાવ્યું હતું.
મુંબઈનાં એક અગ્રણી નિકાસકારે જણાવ્યું હતું કે રશિયામાં કુલ ૫ હજાર ટનનાં સિંગદાણાનાં નિકાસ સોદા થયાં હતાં, જેમાંથી ૩ હજાર ટનનાં સોદા તો રદ થઈ ચૂક્યાં છે. જ્યારે બાકીનાં સોદામાં આયાતકારો એવી માંગ કરે છેકે કાં તમે ઓર્ડર રદ કરો અથવા તો બીજા દેશોમાં ડાઈવર્ટ થાય તેમ હોય તો ડાઈવર્ટ કરો. માલ પરત લઈ જઈ શકાય હોય તે પરત લઈ જાવ અથવા તો પેમેન્ટ ડીલે મળે તે માટેની તૈયારી સાથે નિકાસ કરો. રશિયન બાયરો અત્યારે પેમેન્ટ માટે ૧૫થી ૨૫ દિવસનો સમયગાળો માંગી રહ્યાં છે. કેટલાક બાયરો બીજા દેશોમાંથી ડોલરની વ્યવસ્થા કરી રહ્યાં છે. પરંતુ સરવાળે નવા નિકાસ વેપારો  રશિયા સાથેનાં બંધ થઈ ગયાં છે.
રશિયાની કરન્સી રૃબલ જુલાઈ મહિનામાં ડોલર સામે ૩૮ હતી, જે તાજેતરમાં ઘટીને ૭૦ની સપાટીએ પહોંચી ગઈ હતી. આમ તેની કરન્સીની વેલ્યૂમાં ૫૦ ટકા જેટલો ઘટાડો  થવાથી ત્યાં નાણાકીય કટોકટી ઊભી થઈ છે. રશિયાએ ૧૫મી ડિસેમ્બરે વ્યાજદર ૧૦.૫ ટકાથી વધારીને ૧૭ ટકા કરતાં કરન્સી વધુ નબળી પડી હતી અને એ દિવસે એક જ દિવસમાં ડોલર સામે ૧૩.૫ ટકા રૃબલ તુટી ગયો હતો. આમ ૧૫ ડિસેમ્બર બાદ સ્થિતિ વધુ વણસી છે.

ભારતમાં કુલ એચપીએસ સિંગદાણાની નિકાસમાં રશિયાનો હિસ્સો  બે ટકા છે, પરંતુ વર્તમાન સમયમાં તેની મોટી અસર થઈ શકે છે. અપેડાનાં આંકડાઓ પ્રમાણે ગત નાણાકીય વર્ષમાં દેશમાંથી કુલ ૫.૦૯ લાખ સિંગદાણાની નિકાસ થઈ હતી, જેમાંથી રશિયા ખાતે ૯૪૩૮ ટનની નિકાસ થઈ હતી. ચાલુ વર્ષનાં સત્તાવાર એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ૨.૬૧ લાખ ટનની કુલ નિકાસમાંથી રશિયામાં ૬૩૮૮ ટનની નિકાસ થઈ છે.

Bhavnagar Steel Re-Roling mill close due to Real estate recession

ભાવનગરનાં સ્ટીલ રિ-રોલિંગ મિલો ઉદ્યોગમાં મંદી ઃ ૭૦ ટકા ઉત્પાદન બંધ

-સરકારી પ્રોજેક્ટો બંધ અને રિયેલ એસ્ટેટની મંદીનું પરિણામ

રિયલ એસ્ટેટ સેકટરની મંદીની મોટી અસર સ્ટીલ મિલો ઉપર પણ જોવા મળી છે. ગુજરાતનાં એક માત્ર અલંગ આધારિત ભાવનગર જિલ્લાનાં સ્ટીલ રિ-રોલિંગ મિલ ઉદ્યોગ મંદીમાં ગરકાવ થઈ ગયો છે. સરકારી પ્રોજેક્ટનો અભાવ અને રિયલ એસ્ટેટની સરેરાશ મંદીની અસરથી આ વિસ્તારની ૭૦ ટકા મિલો અત્યારે બંધ પડી છે.
શિહોર રિ-રોલિંગ મિલ એસોસિયેશનનાં પ્રમુખ હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સરકારી પ્રોજેક્ટોનાં કામ ખુલ્યાં જ નથી અને રિયલ એસ્ટેટ સેકટરમાં પણ મંદી ચાલી રહી છે. જેને કારણે આ વિસ્તારમાં ૧૨૮ મિલોમાંથી હાલ માત્ર ૪૫ મિલો જ કાર્યરત છે. દૈનિક ૩ હજાર ટન ઉત્પાદન સામે હાલ એક હજાર ટન સ્ટીલ  સળિયાનું જ ઉત્પાદન થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે અલંગની શિપ આધારિત ઉદ્યોગ હાલ પડી ભાંગ્યો છે. પ્લેટનાં ભાવ પ્રતિ ટન રૃા.૨૭,૦૦૦ની સપાટી ચાલે છે અને ફિનીશ્ડ પ્રોડક્ટનાં ભાવ રૃા.૩૮,૦૦૦ પ્રતિ ટન છે. ગુજરાતની અન્ય ઓટોમેટિક મિલોમાં બનતા સ્ટીલ સળિયાની સરખામણીમાં રૃા.૩૦૦૦થી ૩૫૦૦ જેટલા સસ્તા હોવા છત્તા હાલ સરકારી પ્રોજેક્ટનાં અભાવે મંદી જોવા મળી રહી છે.
બીઆઈએસની માન્યતા મળે તો  ઉદ્યોગને મોટી રાહત થઈ શકે
હરીશભાઈએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે પ્લેટમાંથી બનતા સળિયાને બીઆઈએસ આપવાની ના પાડી છે. છેલ્લા ચાર વર્ષથી આ ઈશ્યૂ ચાલે છે અને દર છ મહિને સરકાર મુદત લંબાવતી હતી, પરંતુ પહેલી ઓક્ટોબરથી હવે બીઆઈએસ વગરનાં સળિયા સરકારી પ્રોજેક્ટમાં વાપરવાની મનાઈ આવી છે. અમે રાજ્ય સરકાર મારફતે કેન્દ્રમાં રજૂઆત કરી રહ્યાં છે અને સફળતા મળે તેવી ધારણાં છે. અલંગની શિપમાંથી બનતી પ્લેટ દ્વારા બનતા સ્ટીલનાં સળિયા પણ બિલેટ કે ઈંગોટ દ્વારા બનતા સળિયા જેટલા જ મજબૂત હોય છે અને તેનાં કરતા સસ્તા પણ મળે છે, ત્યારે તેને પણ બીઆઈએસ પ્રમાણપત્ર મળે તે જરૃરી છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય આ અંગે તૈયાર થઈ ગયું છે, પરંતુ તેનું અમલીકરણ કરવામાં મોડું થઈ રહ્યું છે. જો બીઆઈએસની મંજૂરી નહીં મળે તો આ ઉદ્યોગ આગળ ઉપર વધુ ખતમ થઈ જશે.
ચીનનાં ડમ્પિંગની પણ મોટી અસર

ચીનમાંથી સસ્તા ભાવથી સ્ટીલની મોટા પાયે આયાત થઈ રહી હોવાથી પણ સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીલની આયાત ઉપર આયાત ડ્યૂટી ન લગાવવામાં આવી રહી હોવાથી છેલ્લા છ-આઠ મહિનામાં મોટા પાયે ડમ્પિંગ થઈ રહ્યું છે. જેને કારણે સ્થાનિક સ્ટીલનાં વપરાશમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો હજુ ત્રણથી છ મહિના સુધી સસ્તા સ્ટીલની આયાત ચાલુ રહે તો દેશનાં નાનાં સ્ટીલ ઉત્પાદકો બંધ થઈ જાય તેવી શક્યતા છે તેમ એક અગ્રણી સ્ટીલ ટ્રેડરે જણાવ્યું હતું.

India's 308 Solvent plant default on Monthly stock data

દેશનાં ૩૦૮ સોલવન્ટ પ્લાન્ટોને ખાદ્ય મંત્રાલયની નોટિશ

-ખાદ્ય મંત્રાલયનાં પરિપત્ર પ્રમાણે સ્ટોકનાં આંકડાઓ આપવામાં મિલો ડિફોલ્ટ
-ગુજરાતની ૨૬ મિલો અને મહારાષ્ટ્રની ૩૪ મિલોએ સ્ટોકનાં આંકડાઓ ન આપ્યાં

કેન્દ્ર સરકારે દેશની ૩૦૮ સોલવન્ટ પ્લાન્ટો-ખાદ્યતેલ પ્રોડક્ટ બનાવતી તેલ મિલો માસિક સ્ટોકનાં આંકડાઓમાં ડિફોલ્ટ જાહેર કરી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગ દ્વારા આ તમામ નામો જાહેર કરવામાં આવ્યાં છે. આ મિલો ઉપર આગળ ઉપર આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ પગલા લેવામાં આવે તેવી ધારણાં છે.
ખાદ્ય મંત્રાલયનાં આંકડાઓ પ્રમાણે ગુજરાતની ૨૬ તેલ મિલો અને મહારાષ્ટ્રની ૩૪ મિલોને પણ  સમાવેશ થાય છે. સરકારે ૨૬મી નવેમ્બરે એક નોટિશ મારફતે દેશની તમામ ખાદ્યતેલ પ્રોડક્ટ બનાવતી મિલો, સોલવન્ટ એક્સટ્રેકટેડ ઓઈલ, ડિ-ઓઈલ મિલ અને ખાદ્યતેલ ફ્લોર બનાવતા ઉત્પાદકોને તેનાં ઉત્પાદન,વેચાણ, આયાત અને નિકાસ તેમજ કાચા માલની ખરીદી સહિતની તમામ વિગતો દર મહિનાની ૭મી તારીખ સુધીમાં ઓનલાઈન આપવાની હતી. પરંતુ આવી ૩૦૮ મિલોએ આ પ્રકારની વિગતો જાહેર કરી નથી.
ખાદ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે દેશનાં ટોચનાં ઉત્પાદકો પણ આ પ્રકારની વિગતો આપી ન હોવાથી ડિફોલ્ટરનાં લિસ્ટમાં સામેલ છે. ગુજરાત-મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, કેરલ, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશની મિલોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતની ડિફોલ્ટ જાહેર થયેલી મિલો
કારગિલ ઈન્ડિયા, રૃચી સોયા ઈન્ડ.,ગુજરાત અંબુજા એક્સપોર્ટ, બુંગે ઈન્ડિયા, મોરવી વેજીટેબલ, અશ્વીન વનસ્પતિ ઈન્ડ., ગોકુલ રિફોઈલ્સ, જગદીશ એક્સપોર્ટ, વિતરાગ એક્સપોર્ટ ઈન્ડ., આકાશ એગ્રો ઈન્ડ., સંજય ઓઈલકેક ઈન્ડ., એસ.કે. ઈન્ડસ્ટ્રીઝ, મૌજી હરીભાઈ ઓઈલકેક, ખેડૂત સોલવન્ટ, રાજેશ ઓઈલ ઈન્ડ.,ગોકુલ રિફોઈલ્સ-પાટણ, અદાણી વિલ્મર, આકાશ એગ્રો, નેશનલ પ્રોટીન એન્ડ સોલવન્ટ, શ્રી અંબીકા ઓઈલ કેક, વિમલ ઓઈલ, જગદીશ ઓઈલ કેક, ગુજારર ફુડ પ્રોડક્શન, ઠક્કર હિતેશ ચંદુલાલ, કેજીએન એન્ટ., આકાશ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ,

મહારાષ્ટ્રની ડિફોલ્ટ જાહેર થયેલી મિલો

કારગીલ ઈન્ડિયા, પ્રણવ એગ્રો ઈન્ડ., ફ્રીગોરીપીકો અલાના, પુના દાલ એન્ડ ઓઈલ, કામાણી ઓઈલ, રાજારામ સોલવેક્સ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ, શિવ શક્તિ એક્સટ્રેક્શન્સ, સાઈ સિનારાન ફુડ્સ, ઘોડાવત ફુડ્સ, ડીવાઈનફુડ્સ ઈન્દ્રા, મથુરા એક્સ., મુરલી ઈન્ડ. ડીસાન એગ્રોટેક, કૈસાર ઓઈલ્સ, દીયોધારી, કિર્તી એગ્રોટેક, કિર્તી ફુડ્સ, કિર્તી દાલ મિલ, કિર્તી એગ્રોવેટ, કિર્તી સોલવેક્સ, શ્યામકલા એગ્રો, રૃચી સોયા, રામદેવબાબા, રસોયા પ્રોટીન, તાનીયા ઈન્ડ., કપીલ સોલવેક્સ, ભારતી એક્સ., શિવપાર્વતી પોલ્ટ્રી, ઓમશ્રી, ઉમરેડ એગ્રો.

Pr-Expiry Margin on Coriander and Castarseed

ધાણા-એરંડામાં સટ્ટાકીય તેજી-મંદી રોકવા પ્રિ-એક્સપાયરી માર્જિન લદાયું

એક્સપાયરીનાં ૨૫ દિવસ પહેલાથી તબક્કાવાર માર્જિન પાંચ ટકાથી વધીને ૯૦ ટકા સુધી વધશે ઃ ધાણામાં વધારાનું ૧૦ ટકા માર્જિન લદાયું

ધાણા અને એરંડા વાયદામાં સટ્ટાકીય તેજી-મંદીને રોકવા માટે એક્સચેન્જે પ્રિ-એક્સપાયરી માર્જિન લાદવાની જાહેરાત કરી છે. કોઈપણ વાયદામાં આ પ્રકારનું પ્રિ-એક્સપાયરી માર્જિન પ્રથમવાર લાદવામાં આવ્યું છે. વળી ફરજિયાત ડિલીવરીનો સમયગાળો પણ ૧૧ દિવસ વહેલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધાણાનાં જાન્યુઆરી વાયદામાં સોમવારથી લાગુ પડે એ રીતે વધારાનું ૧૦ ટકા માર્જિન પણ લદાયું છે.
ધાણા અને એરંડા માટે જાહેર કરવામાં આવેલા અલગ-અલગ પરિપત્ર પ્રમાણે જાન્યુઆરી મહિનાનાં વાયદાની એક્સપાયરીનાં સરેરાશ ડિલીવરી પિરીયડ ચાલુ થાય ત્યારથી તબક્કાવાર રેગ્યુલર માર્જિન ઉપરાંત તબક્કાવાર પ્રિ-એક્સપાયરી માર્જિન વધતું જશે. જેમાં ધાણામાં જાન્યુઆરી વાયદા માટે ૨૯મી ડિસેમ્બરથી ફરજિયાત ડિલીવરી ચાલુ થશે. એ પ્રમાણે ૨૬ ડિસેમ્બરે ૪.૭૫ ટકા, ૨૯મીએ ૯.૫૦ ટકા જે તબક્કાવાર વધીને ૯ જાન્યુઆરીએ ૫૨.૨૫ ટકા અને ૨૦ જાન્યુઆરીએ ૮૫ ટકા પ્રિ-એક્સપાયરી માર્જિન લાગુ પડશે.  આ માર્જિન ઉપરાંત જાન્યુઆરી મહિનાનાં વાયદા માટેે વધારાનું ૧૦ ટકાનું માર્જિન પણ લાગુ કરવામાં આવ્યું છે.
એરંડા વાયદામાં પ્રિ-એક્સપાયરી માર્જિન ૨૬ ડિસેમ્બરે પાંચ ટકા, ૩૧મી ડિસે. ૨૦ ટકા અને ૯ જાન્યુઆરીએ ૫૫ ટકા અને ૨૦ જાન્યુઆરીએ ૯૦ ટકા પ્રિ-એક્સપાયરી માર્જિન લાગુ પડશે. જેમાં કોઈ નવું વધારાનું માર્જિન લાદવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છેકે એરંડા જાન્યુઆરી વાયદામાં ૩,૪૪,૬૧૦ ટનનાં ઊભા ઓળિયા છે અને ફેબ્રુઆરી સામેનો છેલ્લા બંધ પ્રમાણે રૃા.૨૩૮નો ઊંધો બદલો છે. જ્યારે ધાણા જાન્યુઆરી વાયદામાં ૨૭૧૩૦ ટનનાં ઊભા ઓળિયા છે અને એપ્રિલ સામેનો છેલ્લા બંધ ભાવ પ્રમાણે રૃા.૪૩૪૭નો ઊંધો બદલો છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...