રાયડામાં ઊભા
પાકને નુકસાનીની સંભાવનાએ વાયદો બે વર્ષની ટોચે
રાયડા બજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે. રાયડા
જાન્યુઆરી વાયદામાં આજે ઈન્ટ્રા ડે રૃા.૪૩૧૫ની ઊંચી સપાટી જોવા મળી હતી જે છેલ્લા
બે વર્ષનાં સૌથી ઊંચા ભાવ છે. વાયદામાં
છેલ્લા ૧૦ દિવસમાં રૃા.૩૦૦નો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ભાવ ૧૨
ટકા અને બે મહિનામાં ૧૬ ટકાનો ઉછાળો આવ્યો છે. એક મહિનાં પહેલા રાયડા વાયદો ૨૮મી
નવેમ્બરે રૃા.૩૮૬૧ની સપાટી પર હતો.
જયપૂરનાં મારૃધર ટ્રેડિંગનાં અનિલ છત્તરે જણાવ્યું હતું કે
આગામી દિવસોમાં પણ રાયડા અને રાયડાતેલમાં તેજીનો દોર ચાલુ રહે તેવી પૂરી સંભાવનાં
છે. નવો પાક લેઈટ થસે અને જૂનો સ્ટોક ઓછો પડ્યો છે, જેને કારણે ભાવ વધી રહ્યાં છે. ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં
તાજેતરમાં પડેલા બરફ અને હીમપાતને કારણે પાકને નુકસાની થવાની પણ સંભાવનાં દેખાય
રહી છે. જેને કારણે ચાલુવર્ષે ઉત્પાદન ૧૫થી ૨૦ ટકા ઘટે તેવી ધારણાં છે.
રાયડા વાયદા
વિશે બ્રોકરેજ હાઉસનાં એનાલિસ્ટોનું માનવું છેકે આગામી દિવસોમાં ભાવ વધીને
રૃા.૪૪૦૦ની સપાટી પાર કરી શકે છે. પાકને
જો વધુ નુકસાન થશે તો વાયદો રૃા.૪૫૦૦ની ઉપર પણ પહોંચે તેવી સંભાવનાં છે.