27 December 2014

All india Ravi Sowing 26 Dec.2014

દેશમાં  રવી પાકોનું વાવેતર ૨૭ લાખ હેકટરમાં ઘટ્યું
ચણાનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૧૪ ટકા ઘટ્યું

દેશમાં રવિ વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ ૨૭ લાખ હેકટરનો ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી પાકને ફાયદો થયો છે.
કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે ૨૬મી ડિસેમ્બર સુધીમાં દેસમાં કુલ ૫૩૦.૨૨ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૫૫૭.૮૫ લાખ હેકટરમાં નોંધાયું હતું. ચણાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાં  ચણાનું વાવેતર કુલ વાવેતર ગત વર્ષની તુલનાએ ૧૨ લાખ હેકટરમાં ઘટ્યું છે.
દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર ગત વર્ષની તુલનાએ પાંચ લાખ હેકટરમાં ઘટ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં વાવેતર વિસ્તારમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો હોવાથી કુલ વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે
રાયડો             ૬૩.૮૧    ૬૭.૦૧
મગફળી         ૩.૩૧      ૩.૪૮
સૂર્યમુખી         ૨.૩૫      ૩.૨૮
તલ               ૦.૫૫      ૦.૪૪
અળસી          ૨.૭૯      ૨.૭૧
તેલીબિયાં       ૭૪.૦૫    ૭૯.૦૨
ઘઉં               ૨૭૯.૬૦ ૨૮૬.૯૦
ધાન્ય પાક       ૫૦.૧૨    ૫૪.૯૯
ચણા              ૭૭.૮૧    ૯૦.૬૬
કઠોળ             ૧૨૪.૧૬ ૧૩૪.૭૨
કુલ વાવેતર     ૫૩૦.૨૨ ૫૫૭.૮૫

(આંકડાઓ લાખ હેકટરમાં ૨૬ ડિસે. સુધીનાં)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...