27 December 2014

Jeera price Touch Two year high touch Rs.15,000

જીરૂમાં બે વર્ષનાં ઊંચા ભાવ - વાયદો રૂા.૧૫૦૦૦ને પાર
 
બે મહિનામાં રૃા.૪૦૦૦નાં ઉછાળા બાદ હવે ભાવ ઓલટાઈમ હાઈ રૃા.૧૭૫૦૦ થવાની ચર્ચાં

જીરૃમાં નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. જીરૃ જાન્યુઆરી વાયદામાં આજે રૃા.૧૫,૦૦૦ની જાદુઈ સપાટી જોવા મળી હતી અને ભાવ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયાં હતાં. બજારનાં જાણકારોનું કહેવું છેકે વાયદામાં ભાવ હજુ પણ ઊંચે ચડે તેવી ધારણાં છે.
જીરૃ વાયદામાં છેલ્લા એક મહિનામાં ૨૪ ટકાનો ઉછાળો આવ્યો છે. જીરૃ જાન્યુઆરી વાયદામાં આજે ચાર ટકાની સર્કિટ લાગી હતી અને ભાવ રૃા.૪૬૫ વધીને રૃા.૧૫૦૦૦ની સપાટી પર બંધ રહ્યાં હતાં. ઇન્ટ્રા ડે રૃા.૧૫૧૧૫નાં ભાવ જોવાયાં હતાં. છેલ્લા બે મહિનામાં ભાવ રૃા.૪૦૦૦ વધી ગયાં છે.
કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાનું કહેવું છે કે જીરૃમાં ટેકનિકલી હવે ભાવ વધીને રૃા.૧૫,૫૦૦ સુધી પહોંચે તેવી સંભાવનાં દેખાય રહી છે. રોકાણકારોએ સ્ટોપલોસ રૃા.૧૩૨૦૦નો ધ્યાનમાં રાખવો. આ સપાટી પાર થયા બાદ વધુ તેજી જોવા મળે તેવી ધારણાં છે.
મુંબઈનાં એક અગ્રણી નિકાસકારનું કહેવું છેકે ચાલુ વર્ષે ગુજરાતમાં જીરૃનું ઉત્પાદન ૬૦ ટકા અને રાજસ્થાનમાં ૨૦ ટકા ઉત્પાદન ઘટે તેવી ધારણાં છે. જીરૃની સ્થાનિક અને નિકાસ માંગ સારી છે અને પૂરવઠો ઓછો છે. વળી નવી સિઝન લેઈટ હોવાથી જૂનો સ્ટોક પિવાય જશે.  આવી સ્થિતિમાં જીરૃનાં ભાવવધીને રૃા.૧૬,૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે.

ટ્રેડર વર્તુળમાં જીરૃ વિશે એવી પણ ચર્ચા સંભળાય છેકે જીરૃનાં ભાવ ચાલુ વર્ષે ફરી એક વાર ઓલટાઈમ હાઈ થાય તેવી સંભાવનાં છે. ચાલુ વર્ષે તો ફંડામેન્ટલ પણ મજબૂત છે. જીરૃ વાયદામાં છેલ્લે માર્ચ ૨૦૧૧માં રૃા.૧૭૫૨૦ની ઓલટાઈમ ઊંચી સપાટી જોવા મળી હતી.
(Date-26 Dec.2014)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...