29 December 2014

Jeera Export price may rise more 30%

જીરૂમાં વધુ તેજીની ધારણાં - નિકાસ ભાવો ૩૦ ટકા વધવાની ધારણાં

-સિરીયા અને તુર્કીમાં પાક ઓછો હોવાથી જીરૃની ચાલુ વર્ષે ૧.૨૫ લાખ ટનની નિકાસનો અંદાજ
 
જીરૃમાં છેલ્લા બે મહિનામાં ૩૫થી ૪૦ ટકાની તેજી જોવા મળ્યાં બાદ ભાવ આગામી દિવસોમાં વધુ ૩૦ ટકા વધે તેવી ધારણાં છે.વૈશ્વિક બજારમાં જીરૃનો પાક ઓછો હોવાથી ભારતીય જીરૃની માંગ વધી હોવાથી સરેરાશ જીરૃનાં ભાવમાં તેજી જોવા મળશે.
મુંબઈનાં જીરૃનાં ટોચનાં નિકાસકારોનું કહેવું છેકે વિશ્વ બજારમાં ભારતનાં હરિફ એવા તુર્કિ અને સિરીયામાં રાજકીય અનિશ્ચિતતા અને તોફાનોને કારણે પાક ઓછો છે. તુર્કિ જેવા દેશમાં ચાલુ વર્ષે માત્ર ૧૦ હજાર ટનનો જ પાક થાય તેવી ધારણાં છે. પરિણામે ભારતીય જીરૃની માંગ વધી છે. વળી વિશ્વ બજારમાં અત્યારે ભારતીય જીરૃ જ સસ્તુ મળી રહ્યું છે, જેને કારણે તેનાં ભાવ ઊંચકાશે.
આ નિકાસકારે કહ્યું કે ભારતીય જીરૃનાં અત્યારે સરેરાશ ૨૨૦૦થી ૨૩૦૦ ડોલર પ્રતિ ટનનાં ભાવ ચાલી રહ્યાં છે, જે આગામી દિવસોમાં વધીને ૨૯૦૦થી ૩૦૦૦ ડોલરની સપાટીએ પહોંચી શકે છે. જે ભાવ છેલ્લે ૨૦૧૦નાં વર્ષમાં જોવા મળ્યાં હતાં. તુર્કીનાં જીરૃનાં અત્યારે ૩૧૦૦ ડોલર અને સિરીયાનાં ૨૯૦૦ ડોલરનાં ભાવ ચાલે છે. જેની સામે ભારતીય જીરૃ સસ્તું છે.
દેશમાંથી ભારતીય સ્પાઈસીસ બોર્ડનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૧૪ દરમિયાન જીરૃની નિકાસ ૮૭,૫૦૦ ટનની  થઈ છે, જે ગત વર્ષે ૭૦૨૪૩ ટનની થઈ હતી. આમ સત્તાવાર નિકાસ ૨૫ ટકા વધી છે. સ્પાઈસીસ બોર્ડે ચાલુવર્ષ માટે એક લાખ ટનનો નિકાસ લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ તે લક્ષ્યાંક નવેમ્બર અંત સુધીમાં જ પૂરો થઈ ચૂક્યો હોવાની ધારણાં છે. માર્ચ સુધીમાં કુલ નિકાસ ૧.૨૫ લાખ ટનની સપાટીએ પહોંચે તેવી ધારણાં મુકાય રહી છે. જે એક રેકર્ડબ્રેક નિકાસ થશે.

જીરૃનાં પાક વિશે નિકાસકારોનો એવો મત છેકે છેલ્લા ત્રણેક વર્ષમાં  ખેડૂતોને પૂરતા ભાવ ન મળ્યાં હોવાથી ચાલુ વર્ષે વાવેતર ઓછું કર્યું છે, પરંતુ ૨૦૧૬ની સિઝનમાં જીરૃનું વાવેતર ફરી વધશે અને ઉત્પાદન મોટું થાય તેવી ધારણાં છે. પરિણામે જીરૃ ૨૦૧૫માં ઐતિહાસિક સપાટીએ પહોંચીને ફરી ઘટે તેવી ધારણાં છે.
(Date 27 dec.2014)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...