27 December 2014

Onion price down 25% in last 5 days

ડુંગળીમાં તેજીનો યુ-ટર્ન- પાંચ દિવસમાં ૨૫ ટકાનો ઘટાડો
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નવી ડુંગળીની આવકો વધતા ભાવ તુટ્યાં

ડુંગળીમાં ડિસેમ્બર મહિનાની શરૃઆતથી શરૃ થયેલી તેજી મહિનો પૂરા થતા જ ઓસરી ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં દેશમાં ડુંગળીનાં મોટા ભાગનાં સેન્ટરમાં ભાવ ૨૫ ટકા ઘટી ગયાં છે. વેપારીઓ કહે છેકે ડુંગળીની આવકોમાં વધારો થવાને પગલે ભાવ ઝડપથી ઘટ્યાં છે, પરંતુ મોટી મંદી થાય તેવી શક્યતા ઓછી છે.
એશિયાની સૌથી મોટી મંડી લાસણગાંવમાં ડુંગળીનાં ભાવ ૧૯મી ડિસેમ્બરે સરેરાશ પ્રતિ કિવન્ટલ રૃા.૧૭૮૦નાં ભાવ હતા, જે આજે ઘટીને રૃા.૧૨૭૫ની સપાટીએ પહોંચી ગયાં છે. આવકો પણ આ સમયગાળામાં ૧૧ હજાર ક્વિન્ટલથી વધીને ૨૨ હજાર ક્વિન્ટલની થઈ ગઈ છે. આમ તેમાં ૨૮ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં મહુવામાં ડુંગળીનાં ભાવ હજુ ત્રણ ચાર દિવસ પહેલા જ ૨૦ કિલોનાં રૃા.૪૦૦ની ઉપર હતા, જે આજે ઘટીને રૃા.૩૦૦થી રૃા.૩૨૦ની સપાટીએ પહોંચી ગયાં છે. મહુવામાં પણ ડુંગળીની આવકો વધીને હાલ ૩૦થી ૩૫ હજાર ગુણીએ પહોચી છે.
નાશીક અને ગોંડલનાં ડુંગળીનાં એક વેપારીએ જણાવ્યું છે કે તાજેતરમાં પ્રતિકૂળ હવામાન અને યાર્ડમાં રજાને કારણે ભાવ ઝડપથી વધ્યાં હતાં, પરંતુ હવે છેલ્લા ચાર દિવસથી બજારો રેગ્યુલર ખુલતા અને આવકોમાં વધારો થયો હોવાથી ભાવ ઝડપથી ઘટયાં છે. સરેરાશ મોટી મંદી નથી. આગળ ઉપર ડુંગળીમાં ભાવ ધીમી ગતિએ વધતા રહે તેવી સંભાવનાં છે.
ડુંગળીની નિકાસ છ માસમાં ૧૯ ટકા ઘટી
દેશમાંથી ડુંગળીની નિકાસમાં ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ૧૯.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નાફેડનાં આંકડાઓ પ્રમાણે આ સમયગાળામાં કુલ ૫.૮૯ લાખ ટન ડુંગળીની નિકાસ થઈ છે, જે ગત વર્ષે ૭.૨૯ લાખ ટન થઈ હતી.
ડુંગળીની નિકાસમાં ઘટાડા અંગે નાફેડનાં ડિરેકટર નાના સાહેપ પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની પોલિસી એવી છે કે દેશમાં ડુંગળનાં ભાવ સ્થિર રહે, જેને કારણે નિકાસમાં ઘટાડો થયો છે. બીજી તરફ દેશમાંથી ડુંગળીનાં લઘુત્તમ નિકાસ ભાવ પણ ઓછા છે, જેને કારણે પણ નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે.

નિકાસકારોનું કહેવું છે છે કે ભારતની ક્વોલિટી સારી છે, પરંતુ ઊંચા ભાવને કારણે વૈશ્વિક હરિફાઈમાં ટકી શકતા નથી. પાકિસ્તાન અને ચીન સસ્તા ભાવથી નિકાસ કરે છે. પાકિસ્તાન દુબઈમાં ટેક્સ સાથે રૃા.૧૫ પ્રતિ કિલોનાં ભાવથી નિકાસ કરે છે, જ્યારે ભારતમાં જથ્થાબંધની પડતર જ રૃા.૧૫ છે. વળી આરટીઓ વાળા ટ્રકમાં પમ ૧૦ ટનથી વધુ ડુંગળી ભરવા દેતા નથી.
(Date 26 Dec.2014)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...