27 December 2014

Turmeric price Rise 42% in last 3 Month and now may be touch Rs.10,000 next few days

હળદરમાં તેજીઃ વાયદાની રૂા.૧૦,૦૦૦ થવા તરફ આગેકૂચ

-હળદર વાયદામાં છેલ્લા ત્રણ મહિનામાં ૪૨ ટકાનો જંગી ઉછાળો
.
એગ્રી કોમોડિટીમાં તેજીની રેસમાં ટૂંકાગાળા માટે જીરૃ ટોચ પર છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાની વાત કરીએ હળદરે રોકાણકારોને માલા-માલ કરી દીધા છે. હળદર વાયદામાં છેલ્લા ત્રણ મહિનામાં ૪૨ ટકાનો જંગી ઉછાળો આવ્યો છે અને  વાયદો હવે રૃા.૧૦,૦૦૦ની સપાટી તરફ આગળ વધવા માટે મથામળ કરી રહ્યો છે.
હળદર વાયદામાં સપ્ટેમ્બર મહિનામાં રૃા.૬૦૦૦ની અંદર સપાટી જોવા મળી હતી, જે ચાલુ સપ્તાહમાં ૨૪ ડિસેમ્બરે વધીને રૃા.૮૫૮૨ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ ત્રણ મહિનામાં ૪૨ ટકાનો ઉછાળો આવ્યો છે.
મુંબઈનાં બ્રોકરેજ હાઉસ કેડિયા કોમોડિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે હળદરમાં તેજીની ગાડી હજુ પણ આગળ વધે તેવી સંભાવનાં છે અને ભાવ રૃા.૧૦,૦૦૦ની સપાટી નજીક પહોંચે તેવી ધારણાં છે. હળદરમાં ૨૦૧૦નું રિપીટેશન ૨૦૧૫માં જોવા મળે તેવી પણ શક્યતા ભાવની પેટર્ન ઉપરથી જોવા મળી રહી છે. હળદરમાં ૨૦૧૦નાં વર્ષમાં ભાવ રૃા.૭૦૦૦થી વધીને રૃા.૧૫૦૦૦ થયાં હતાં.  ૨૦૦૯માં હળદરનાં ભાવ રૃા.૪૦૦૦ની અંદર હતાં. એ જ હળદર ૨૦૧૦ની રૃા.૧૫,૦૦થી ટોચેથી ગગડીને એપ્રિલ ૨૦૧૨માં રૃા.૩૫૦૦ની સપાટીએ પહોંચી હતી.
કેડિયા કોમોડિટીનાં મેનેજિંગ ડિરેકટર અજય કેડિયાનું કહેવું છેકે દેશમાં ચાલુ વર્ષ હળદરનું ઉત્પાદન ૩૫થી ૩૭ લાખ ગુણી થાય તેવો અંદાજ છે, જે ગતવર્ષએ ૫૨ લાખ ગુણીનું થયું હતું. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં  ઉત્પાદન ઓછું થવાને કારણે કુલ ઉત્પાદન ઘટશે. નિઝામાબાદ અને વારંગલ જેવા મુખ્ય સેન્ટરમાં ઉત્પાદન ૨૨ લાખ ગુણીથી ઘટીને ૧૭  લાખ ગુણી થાય તેવો અંદાજ છે. કર્ણાટકનો પાક ૭ લાખ ગુણીથી ઘટીને ૫ લાખ ગુણી થવાનો અંદાજ છે.
ટેકનિકલી જોઈએ તો હળદર એપ્રિલ વાયદામાં રૃા.૮૦૦૦ની સપાટી પાર થયા બાદ નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. રોકાણકારોએ રૃા.૮૦૦૦થી રૃા.૮૨૦૦નાં લેવલ ઉપર  ખરીદી કરવી અને રૃા.૭૪૦૦નો સ્ટોપલોસ  રાખીને રૃા.૮૮૦૦નો પહેલો લક્ષ્યાંક ધ્યાનમાં રાખવો. આ ટાર્ગેટ હાંસલ થયા બાદ ભાવ વધીને રૃા.૯૩૫૦ અને રૃા.૯૯૦૦ની સપાટીએ પહોંચી શકે છે.
દેશમાંથી હળદરની નિકાસ પણ વધી રહી છે. સ્પાઈસ બોર્ડે ચાલુ વર્ષે હળદરની નિકાસનો કુલ ૮૦ હજાર ટનનો લક્ષ્યાંક રાખ્યો છે, જેની સામે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે નિકાસ ૧૦ ટકા વધીને ૪૩ હજાર ટનની થઈ ચૂકી છે.
હળદર વાયદો રૃા.૧૦,૫૦૦ થશે - કોટક કોમોડિટી

કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાએ જણાવ્યું હતું કે હળદર વાયદામાં આગામી દિવસોમાં વધુ તેજી જોવા મળશે. એપ્રિલ વાયદામાં નીચામાં રૃા.૭૮૦૦નાં લેવલ સુધી ખરીદી કરો અને રૃા.૭૩૦૦નાં સ્ટોપલો સાથે રૃા.૯૫૦૦નો પહેલો લક્ષ્યાંક છે અને ત્યાર બાદ ભાવ વધીને રૃા.૧૦,૫૦૦ સુધી પહોંચે તેવી ધારણાં છે.ચાર્ટમાં ટેકનિકલી સિમેટ્રીકલ ટ્રાયએંગલ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે વાયદામાં એકધારી તેજી જોવા મળશે.
Turmeric last 6 years price movement

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...