17 December 2014

Gujarat Ravi Sowing 15 December 2014

સૌરાષ્ટ્રમાં રવિ વાવેતરમાં ૫૦ ટકાનો ઘટાડો

-પાણીનાં અભાવે રાજ્યમાં ઘઉંનું ૩૫ ટકા, જીરૃનું ૪૪ ટકા ઘટ્યું
-ઠંડી પડવાની શરૃ થતા પંદર દિવસમાં વાવેતર વધે તેવી ધારણાં

ગુજરાતમાં ખરીફ સિઝનમાં ખેડૂતોને ઉત્પાદન અને ભાવની બાબતમાં માર પડ્યાં બાદ રવિ સિઝનમાં પણ મોટો ફટકો પડે તેવા એંધાણ દેખાય રહ્યાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે રવિ વાવેતર વિસ્તારમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર ગુજરાતમાં ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે સૌરાષ્ટ્રમાં ૧૫મી ડિસેમ્બર સુધીમાં કુલ ૫.૬૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૧૧.૨૫ લાખ હેકટરમાં થયું હતું. કચ્છમાં પણ વાવેતર બાવન ટકા ઘટ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ૬૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતનાં નાયબ કૃષિ નિયામક ડો.એચ.એમ.બાબરીયાએ જણાવ્યું હતું કે ઠંડી પડવાની હવે શરૃ થતા હજુ પંદર દિવસમાં વાવેતર વધે તેવી ધારણાં છે. અત્યારે ઊભા પાકોની સ્થિતિ ખૂબ જ સારી છે અને નવા વાવેતર માટે પણ અત્યારે ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે.

જૂનાગઢ અને નવસારી કૃષિ યુનિ.નાં ઉપકુલપતિ ડો.એ.આર.પાઠકે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પાણીની મોટી સમસ્યા હોવાથી વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે અને સમગ્ર સિઝન દરમિયાન પણ ઘટાડો જોવા મળશે.

Premium quality tea Shortage

પ્રીમિયમ ક્વોલિટીની ચાની મોટી અછત  ભાવ વધુ ઊંચકાય તેવી ધારણાં


-આસામની પ્રીમિયમ ક્વોલિટીની ચામાં કિલોએ રૃા.૧૦થી ૨૦નો વધારો

દેશમાં પ્રતિકૂળ હવામાનને કારણે ચાલુ વર્ષે સારી ક્વોલિટીની ચા ઓછી ઉત્પાદિત થઈ હોવાથી સરેરાશ ચા બજારમાં વર્ષાંતે મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતનાં ચાનાં અગ્રણી ટ્રેડરોનું કહેવું છેકે અત્યારે સારી ક્વોલિટીની ચાની મોટી અછત જોવા મળી રહી હોવાથી તેમાં ભાવ ઊંચકાય તેવી સંભાવનાં છે.
ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિયેશનનાં ભૂતપૂર્વ પ્રમુખ સેંધાભાઈ પટેલે જણાવ્યું હતું કે સારી ક્વોલિટીની ચામાં કિલોએ રૃા.૧૦નો વધારો થયો છે. આસામની પ્રીમિયમ ક્વોલિટીની ચા કહેવાય તેની અત્યારે મોટી અછત જોવા મળી રહી છે. નબળી ક્વોલિટીની ચા જોઈએ એટલી માત્રામાં મળે છે. અત્યારે ચાનાં મોટા ભાગનાં બગીચાઓ બંધ થઈ ગયાં છે અને ઓક્ટોબરમાં ઉત્પાદિત થતી ઓટમની ચાની અત્યારે માંગ વધારે છે, પરંતુ આ ચા મળતી નથી.
રાજકોટનાં અગ્રણી ટ્રેડર એવા જીતુભાઈ ચાવાળાએ જણાવ્યું હતું કે ચાની સીઝન પૂરી થઈ ગઈ છે અને નવી સિઝન હવે ચાર-પાંચ મહિના પછી શરૃ થશે. પરિણામે અત્યારે સારી ક્વોલિટીની ચાની ખૂબ જ શોર્ટેજ છે. સારી ચા વેચનાર એક પાસ છે, પરંતુ સામે ખરીદનાર પાંચ છે, પરિણામે તેમાં ભાવ ઊંચકાયા છે. સરેરાશ કિલોએ રૃા.૨૦નો વધારો થયો છે.

સૌરાષ્ટ્રમાં એવરેજ લુઝમાં સારી ક્વોલિટીની ચામાં કિલોનાં રૃા.૨૦૦થી ઉપરનાં ભાવ ચાલે છે. બ્રાન્ડવાળાની ચા રૃા.૩૦૦ સુધીમાં મળે છે. નબળી લૂઝ ચામાં રૃા.૧૦૦થી લઈને રૃા.૧૫૦ સુધીનાં ભાવ છે. ઓક્શનનાંભાવ રૃા.૧૦૦ની અંદર ચાલે છે.

15 December 2014

Crude Effect on Saurashtra Engineering Ind.

Crude bear market negative impact on Saurashtra engineering ind. Crude Price down 46% since 20 june, 2014 but no price cut on domestic petroleum product.

13 December 2014

India's November Edible Oil import Down 6.58% compare to Oct.14

The Solvent Extractors' Association of has compiled the Import data of Vegetable Oils (edible & non-edible) for the month of November 2014. Import of vegetable oils during November 2014 is reported at 1,189,934 tonnes compared to 944,309 tonnes in November 2013, consisting of 1,149,131 tonnes of edible oils and 40,803 tonnes of non-edible oils i.e. up by 26%. but Compare to oct.14 import down 6.58%.
In last two months, due to Nil export duty on palm products by Indonesia and Malaysia, lowest prices of palm products in last 5 years and reduced demand of CPO for bio diesel, pushed the export of palm products to India to reduce burgeoning stock held by the exporting countries. Also, due to high prices of soybean and lesser realization for oil and soybean meal in export market, resulted in lower crushing and availability of domestic oil coupled with anticipated increase in import duty by the Indian Government, raised the import during November 2014 to a record level compared to November 2013 & November 2012.

09 August 2014

Corn price may be down

દેશમાં મકાઈનાં વાવેતરમાં પ્રગતિથી વાયદામાં મંદીનો માહોલ

૨૦ દિવસમાં વાયદામાં રૃા.૧૦૦નો ઘટાડો થઈને રૃા.૧૧૪૭નાં તળિયે
 
દેશમાં તાજેતરમાં પડેલા સારા વરસાદને પગલે મકાઈનાં વાવેતર વિસ્તારમાં ઝડપી વધારો થઈ રહ્યો છે, જેને પગલે મકાઈનાં ભાવમાં એકધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાયદામાં ભાવ છેલ્લા ૨૦ દિવસમાં રૃા.૧૦૦ ઘટી ગયાં છે.
એનસીડેક્સ ખાતે મકાઈ વાયદો ૧૫મી જુલાઈનાં રોજ રૃા.૧૨૪૮ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં, જે આજે ઘટીને રૃા.૧૧૪૭ની નીચી સપાટી પર પહોંચ્યાં હતાં. મકાઈનાં ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી સંભાવનાં છે.
દેશમાં ચાલુ વર્ષે ચોમાસું એક મહિનો મોડું બેસતાં મકાઈનાં વાવેતર ઘટવાનો અંદાજ છે, પરંતુ હવે વાવેતર સારા થઈ રહ્યાં છે. ચાલુ વર્ષે મકાઈનાં વાવેતર હેઠળનો વિસ્તાર ૭૦ લાખ હેકટરમાં થાય તેવો અંદાજ છે.
દેશમાં ગતવર્ષે ખરીફ સિઝનમાં મકાઈનું ૧૭૫.૧ લાખ ટનનું ઓલટાઈમ હાઈ થયું હતું. વેપારીઓનું કહેવું છેકે ચાલુ વર્ષે પણ ઉત્પાદન સારૃ થાય તેવી ધારણાં છે, પરંતુ નવી સિઝન મોડી ચાલુ થાય તેવી ધારણાં છે.
મકાઈનાં પાક માટે સરેરાશ ફ્લાવરીંગ સ્ટેજ આવે ત્યાં સુધી વરસાદી માહોલ રહ્યો છે. મકાઈનાં પાકને કુલ ૬૦૦થી ૮૦૦ મિલીમીટર વરસાદ જોઈએ છે. હજુ સુધી દેશમાં ૨૦૦થી ૩૦૦ મિલીમીટર વરસાદ પડ્યો છે. પંજાબમાં મકાઈ વાવેતર વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે. પરિણામે ત્યાં પાકને કોઈ અસર થાય તેવી શક્યતા નથી.
મકાઈનાં ભાવ હાજર બજારમાં રૃા.૧૨૦૦ની આસપાસ સારી ક્વોલિટીનાં અથડાઈ રહ્યાં છે. નબલી ક્વોલિટીમાં ખેડૂતોને રૃા.૭૦૦થી રૃા.૧૦૦૦ મળે છે. સરકારે ટેકાનાં ભાવ રૃા.૧૩૧૦ નક્કી કર્યાં છે.
વૈશ્વિક બજારમાં ભારતીય મકાઈનાં અત્યારે ૨૩૦થી ૨૩૫ ડોલરનાં ચાલે છે. પરિણામે આ ભાવથી નિકાસ કરવામાં પેરિટી નથી. વૈશ્વિક ભાવ ભારત કરતા પણ નીચા છે. પરિણામે સરેરાશ મકાઈમાં નરમાઈ ચાલુ રહે તેવી ધારણાં છે.

Tea Shortage in india

દેશમાં સપ્ટેમ્બર અંત સુધીમાં ચાની ૪૦૦ લાખ કિલોની ખાધ રહેશે
ચોમાસું એક મહિનો મોડો બેસવાને કારણે ચાનાં ઉત્પાદનમાં ઘટાડો


દેશમાં જુલાઈ મહિના સુધીમાં વરસાદની  સરેરાશ ખાધ રહેવાને કારણે ચાનાં ઉત્પાદનનમાં સપ્ટેમ્બર અંત સુધીમાં કુલ ૩૫૦થી ૪૦૦ લાખ કિલોની ખાધ જોવા મળે તેવી સંભાવનાં છે.
ઈન્ડિયન ટી એસોસિયેશનનાં વાઈસ ચેરમેન અઝામ મોનેમ જણાવ્યું હતું કે ફર્સ્ટ ફ્લશ અને સેકન્ડ ફ્લશ ચામાં પડેલી ચાની ખાધ આગામી દિવસોમાં પણ કવર થાય તેવી સંભાવનાં નથી. ગત વર્ષે ચાની ૬૦૦થી ૭૦૦ લાખ કિલોની ખાધ જાવા મળી હતી, પરંતુ ચાલુ વર્ષે તેની અડધી ખાધ જોવા મળી શકે છે. મે મહિના અંત સુધીમાં ચાનાં પાકમાં ૨૦૦ લાખ કિલોનો ઘટાડો થયો છે. ૨૦૧૩માં કુલ ૧૨૦૦૪ લાખ કિલો ચાનું ઉત્પાદન થયું હતું.
ફર્સ્ટ અને સેકન્ડ ફ્લશની ચા ક્વોલિટી વાળી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું મોડું અને નબળું રહેવાને કારણે જૂનથી જુલાઈ મહિનાનાં સમયગાળામાં પણ ઉત્પાદન વધ્યું છે. તાજેતરમાં ટી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા જૂન મહિનાનાં આંકડાઓ પ્રમાણે આસામમાં ચાનાં ઉત્પાદનમાં ૪૦ લાખ કિલોનો ઘટાડો થયો છે.
દેશમાં ચાનાં ઓછા પાકને કારણે ભાવ ઊંચા ક્વોટ થઈ રહ્યાં છે. ખાસ કરીને દુઆર્સ અને કોચરમાંથી મળતી સારી ચાનાં ભાવ કિલોદીઠ રૃા.૧૮થી ૨૫ ઊંચા ક્વોટ થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં પણ ઉત્પાદન ઓછું રહેવાને કારણે ભાવ સરેરાશ ઊંચા જ રહેશે તેમ અઝામ મોનેમે જણાવ્યું હતું.
સાઉથ ઈન્ડિયાનાં ચાનાં ઉત્પાદક એસોસિયેશન ઉપાસીનાં  મતે જૂનમાં સાઉથમાં ચાનું ઉત્પાદન ૫૩.૬ લાખ કિલો વધ્યું છે. જુલાઈમાં પણ ૨૫થી ૨૭ લાખ કિલો વધે તેવી શક્યતા છે. સાઉથમાં સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનમાં પીક સીઝન હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું મોડું બેસવાને કારણે જૂન અને જુલાઈમાં ઊંચો પાક આવ્યો છે. જેને કારણે ભાવ ગત વર્ષની તુલનાએ સરેરાશ રૃા.૮થી ૯ ઘટ્યાં છે.


ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...